• Home
  • Dvb
  • Dbv
  • one groom married two brides together in bhind madhya pradesh

ના હોય / લગ્નના માંડવે એક મૂરતિયો ને દૂલ્હન બે, પહેલી પત્નીએ જ આપ્યો લગ્નમાં સાથ, મધ્ય પ્રદેશમાં થયેલા લગ્નનો વીડિયો વાઈરલ

Divyabhaskar.com

Dec 09, 2019, 05:29 PM IST
મધ્ય પ્રદેશના ભિંડમાં થયેલા આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી શેર થઈ રહ્યો છે. સ્ટેજ પર એક મૂરતિયો ને બે દૂલ્હનો જોઈને દરેકને નવાઈ લાગી હતી. આ અનોખા લગ્ન રાતોરાત જ ચર્ચામાં આવી ગયા હતા. મળતી વિગતો પ્રમાણે બે દૂલ્હનમાંથી એક તો તેની પહેલી પત્ની જ છે તો સાથે જ બીજી દૂલ્હન પણ સંબંધોમાં તો તેની સાળી થાય છે. પૂર્વ સરપંચ એવા દીપક પરિહાર નામના આ વરરાજાની પહેલી પત્ની વીનિતા દેવી હાલ ગામની સરપંચ છે. હાલ ગુદાવલી ગામના વતની દીપકે નવેમ્બર મહિનાના અંતમાં જ તેમની સાળી રચના સાથે સાત ફેરા લીધા હતા. આ લગ્ન ત્રણેયની મરજીથી યોજાયાં હતાં. વીનિતા દેવીની તબિયત ખરાબ રહેતી હોવાથી તેમજ ત્રણ સંતાનોની દેખભાળમાં મદદ મળે તે માટે તેઓએ સર્વસંમતીથી આ લગ્નનો નિર્ણય કર્યો હતો.
જો કે, હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે પહેલી પત્ની હયાત હોય તો પતિ બીજા લગ્ન કરી શકતો નથી. પણ કહેવાય છે ને કે મિયાં બીબી રાજી તો ક્યા કરે કાજી બસ એ રીતે હાલ પૂરતી તો આ લગ્નમાં કોઈ અડચણ આવી નહોતી.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી