Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3633

પહેલા દિવસે ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સ ઉમટ્યા, ટેકનિકલ એવોર્ડ્સની પણ જાહેરાત કરાઈ

  • પ્રકાશન તારીખ17 Sep 2019
  •  
20મા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (આઈફા) એવોર્ડ ફંક્શનના પ્રથમ દિવસે અનેક બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. જેમાં
કેટરિના કૈફ, વિક્કી કૌશલ, રકુલ પ્રીત સિંહ, રૂચા ચઢ્ઢા સહિત અન્ય સેલેબ્સ સામેલ થયા હતા. આજે પ્રથમ દિવસે ટેકનિકલ એવોર્ડ્સની પણ જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મ ‘અંધાધુન’ને ચાર કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા. જેમાં સ્ક્રીનપ્લે, એડિટિંગ, સાઉન્ડ મિક્સિંગ અને બેકગ્રાઉન્ડ સ્કોર માટેની કેટેગરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફિલ્મ ‘તુમ્બાડ’ને સાઉન્ડ ડિઝાઈન અને સ્પે. ઈફેક્ટ્સ માટે એવોર્ડ મળ્યો હતો. તો સાથે જ ફિલ્મ ‘પદમાવત’ને બેસ્ટ સિનેમેટોગ્રાફી અને કોરિયોગ્રાફી માટે પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ‘બધાઈ હો’ની બેસ્ટ ડાયલોગ માટે પસંદ કરાઈ છે. તમને જણાવી દઈએ કે આઈફા એવોર્ડનું આયોજન ભારતમાં પહેલીવાર થઈ રહ્યું છે. આ સેરેમનીનું સમાપન 18 સપ્ટેમ્બરના રોજ થશે.
x
રદ કરો

કલમ

TOP