Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3466

-12 ડિગ્રી તાપમાનમાં મ્યૂઝિક કોન્સર્ટ યોજી, બરફમાંથી સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવીને વગાડ્યાં

  • પ્રકાશન તારીખ19 May 2019
  •  

દુનિયાભરમાં વધી રહેલી ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સામે કેટલાક મ્યૂઝિશિયને આ મુદ્દે અવેરનેસ લાવવા માટે એક હટકે મ્યૂઝિકલ કોન્સર્ટ કરી હતી. નોર્વેના મ્યૂઝિશિયને -12 સેલ્સિયસ તાપમાનમાં Ocean Memories સોંગના સૂર છેડ્યા હતા. આ વર્લ્ડ'ઝ મોસ્ટ નોર્થન કોન્સર્ટની ખાસિયત એ હતી કે તેમણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ત્યાં વગાડ્યાં હતાં તે બધાં જ બરફમાંથી બનાવ્યાં હતાં. આ સંગીતકારોએ ત્યાં જઈને જ ચેલો, રણશિંગું જેવાં જરૂરી વાદ્યો બનાવીને સરસ રીતે વગાડ્યાં પણ હતાં. ગ્રીનપીસ નામની સંસ્થા સાથે હાથ મિલાવીને તેમણે આ સરાહનીય કામ કર્યું હતું. આવો પ્રયોગ કરવાનો તેમનો મુખ્ય હેતુ હતો બરફ કઈ હદે ક્લાઇમેટ ચેન્જના લીધે ઓગળી રહ્યો છે. ટેર્જે નામના મ્યૂઝિશિયને વધુમાં ઉમેર્યું હતું કે બરફના આ ઇન્સ્ટ્રુમેન્ટ્સને પણ નાજુકતા અને સાવધાની રાખીને વગાડતાં પડ્યાં હતાં કેમ કે સહેજ પણ ગફલત થાય તો તે તૂટી શકતાં હતાં. બસ આવી જ કાળજી આપણે પ્રકૃતિની જાળવણીમાં રાખીએ તે જરૂરી છે.

x
રદ કરો

કલમ

TOP