Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3577

આર્મીના યૂનિફોર્મમાં ધોનીએ ઈમોશનલ વાત કરીને હિન્દી સોંગ ગાયું, જવાનોએ તેના અવાજ અને અંદાજને તાળીઓથી વધાવ્યો

  • પ્રકાશન તારીખ04 Aug 2019
  •  

વીડિયો ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન અને વર્તમાન બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલનો રેંક પણ મળેલો છે. ગત 31 જુલાઈથી માહી આર્મીને પોતાની માનદ સેવા પણ આપી રહ્યા છે. તેમનું પોસ્ટીંગ કાશ્મીરમાં છે જ્યાં તે વિક્ટર ફોર્સમાં કાર્યરત છે.

આ વચ્ચે જ માહીએ ગાયેલા એક ગીતનો વીડિયો તેના ફેન્સને અભિભૂત કરી ગયો છે. દેશના જવાનોની સામે આર્મીના યૂનિફોર્મમાં સજ્જ થઈને ધોનીએ ઈમોશનલ વાત કર્યા બાદ તરત જ તેનું મનપસંદ ગીત પણ ગાયું હતું. ધોનીના મુખેથી ‘મૈં પલ દો પલ કા શાયર હું...’ ગીત સાંભળીને જવાનોએ પણ તેને તાળીઓથી વધાવી દીધો હતો.

આ ગીત ગાયા પહેલાં ધોનીએ કરેલી ઈમોશનલ વાત પણ તેના ફેન્સને સ્પર્શી ગઈ હતી. માહીએ તેના આગવા અંદાજમાં કહ્યું હતું કે, હું જે ગીત ગાઈશ તે મારા જીવનને પણ ઘણું જ રિલેટ કરે છે. જો તમે મારી ક્રિકેટની લાઈફ સાથે આ ગીતને જોડશો તો પણ તે એટલું જ સાંપ્રત છે. કાલે કોઈ બીજું આવશે જે મારાથી સારું ક્રિકેટ રમશે કે પછી કોઈ બીજા લોકો આવશે જે તમારા કરતાં સારું દેખશે...ભવિષ્યમાં કોઈ યાદ કરે કે ના કરે એ બહુ જ ગૌણ બાબત છે. મહેન્દ્ર સિંહ ધોનીના આ સાદા પણ સુંદર શબ્દો દરેકના દિલને સ્પર્શી ગયા હતા.

x
રદ કરો

કલમ

TOP