• Home
  • Dvb
  • Dbv
  • More than 6 people were trapped as the dam overflowed, lethally rescuing them despite risking their lives.

લોનાવાલા / ડેમ ઓવરફ્લો થતાં જ 6થી વધુ લોકો ફસાયા, સ્થાનિકે જીવ જોખમમાં મૂકીને એકલાહાથે રેસ્ક્યુ કર્યું

Divyabhaskar.com

Jul 27, 2019, 04:14 PM IST

વીડિયો ડેસ્ક: મુંબઈમાં પડેલા અતિભારે વરસાદના કારણે મુંબઈવાસીઓ તો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, પુણે પાસે આવેલા લોનાવાલાના ભુષી ડેમની જળસપાટીમાં અચાનક વધારો થતા સહેલાણીઓ ફસાયા હતા. સ્થાનિક વ્યક્તિએ જીવના જોખમે તમામને બચાવી લીધા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે.

વીડિયોઝમાં જોઈ શકાય છે કે ડેમ ઓવરફ્લો થતાંની સાથે જ પાણીએ પૂર જેવી સ્થિતી પેદા કરી હતી. ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા 6થી વધુ સહેલાણીઓ પણ ચીસાચીસો કરીને મદદ માગતા રહ્યા હતા. સહેલાણીઓની આવી દયનીય સ્થિતી જોઈને સ્થાનિકે ડેરિંગ બતાવીને તેમનું દિલધડક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. પોતાના જીવની ચિંતા કર્યા વિના 6થી વધુ લોકોના જીવ બચાવનાર આ સ્થાનિકના લોકોએ પણ વખાણ કર્યા હતા.

જો કે, ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓને કારણે અગાઉથી ત્યાં પ્રવેશ બંધ કરી દેવાયો હોવા છતાં પણ ત્યાં સુધી આ મુલાકાતીઓ કઈ રીતે પહોંચ્યા એ પણ ગંભીર સવાલ છે.

સ્થાનિક સત્તાવાળાઓએ પણ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ડેમની આસપાસની અનેક જગ્યા લપસી પડાય એવી થઈ ગઈ હોવાથી રવિવારથી જ ત્યાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ ઘટના બહાર આવતાં જ પોલીસે પણ ટીમનું ગઠન કરીને લોકોના હલનચલન પર નજર રાખવા તાકીદ કરી હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી