Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3606

મુંબઈ એરપોર્ટની દીવાલ કૂદીને પ્લેન સુધી પહોંચ્યો યુવક, ટેકઓફ માટે તૈયાર પ્લેનના એન્જિન સુધી પહોંચ્યો

  • પ્રકાશન તારીખ23 Aug 2019
  •  

વીડિયો ડેસ્ક: હાઇસિક્યૉરિટી ઝોન એવા મુંબઈના છત્રપતિ શિવાજી ઍરપોર્ટના રનવે પર મોટી સુરક્ષા ચૂક સામે આવી હતી. ગુરૂવારે બપોરે એક સનકી યુવાન એરપોર્ટની અભેદ સુરક્ષા જેવી દીવાલને કૂદીને છેક રનવે પર રહેલા વિમાન સુધી પહોંચી ગયો હતો. આટલું જ નહીં પણ તે સ્પાઈસજેટના વિમાનની નીચેના ભાગે બિંદાસ્ત રીતે આંટા ફેરા મારતો રહ્યો હતો. તેણે ઉડ્યન ભરવાની તૈયારી કરતા આ પ્લેનના એન્જિન અને ટાયર્સને પણ સ્પર્શ કર્યો હતો.

મળતી વિગતો પ્રમાણે આ ફ્લાઈટ રનવે 27 પરથી બેંગાલુરૂ માટે રવાના થઈ રહી હતી તે જ સમયે આ શોકિંગ ઘટના બની હતી. ડીજીસીએના જણાવ્યા મુજબ પ્લેનના પાઈલટને આ ઘટનાનો અણસાર આવી જતાં જ તેણે મોટી દુર્ઘટના ટાળવા માટે તરત જ એન્જિન બંધ કરી દીધું હતું. સીઆઇએસએફે ત્યાં જઈને આ યુવકની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે કામરાન શેખ નામનો આ યુવક સાયનનો રહેવાસી છે. સાથે જ તેની માનસિક હાલત પણ અસ્થિર હોવાનું બહાર આવ્યું છે. આ યુવકની ધરપકડ કરીને બંને એજન્સીઓએ પણ કડક હાથે તપાસ હાથ ધરી હતી. સૌથી મોટો સવાલ એ જ હતો કે ઍરપોર્ટની દીવાલ નજીક સતત ગાર્ડ પૅટ્રોલિંગ કરતા હોય છે તેવામાં આ સનકી તેમની નજર ચુકવીને કઈ રીતે દીવાલ કૂદવામાં સફળ રહ્યો હતો.

x
રદ કરો

કલમ

TOP