• Home
  • Dvb
  • Dbv
  • Man in China gets slapped 52 times in public by girlfriend jn china

વાઈરલ / બોયફ્રેન્ડે સ્માર્ટફોન ગિફ્ટ ના કર્યો તો ભડકેલી ગર્લફ્રેન્ડે જાહેરમાં તમાચા માર્યા, પોલીસે કહ્યું, એક બે નહીં પણ 52 લાફા માર્યા હતા

Divyabhasakr.co.in

May 26, 2019, 05:16 PM IST

વીડિયો ડેસ્ક: ચીનમાં 20મેના રોજ ઉજવાતા અનઓફિસિયલ વૅલન્ટાઇન ડેની દિવસે જે ઘટના થઈ હતી તેના સીસીટીવી અને પબ્લિકે રેકોર્ડ કરેલા વીડિયોઝ વાઈરલ થયા હતા. જેમાં જોઈ શકાય છે કે એ યુવતી તેની સામે નતમસ્તકે ઉભેલા યુવકને ધમકાવી રહી છે. રાહદારીઓ પણ આવો તમાશો જોઈને ત્યાં જ ઉભા રહી ગયા હતા. યુવક દ્વારા કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ ના મળતાં જ યુવતી વધુ ઉગ્ર બનીને તેને લાફા પણ મારવા લાગી હતી. આ રીતે જાહેરમાં જ યુવતીના હાથે તમાચા ખાધા પછી પણ તે યુવક ચૂપચાપ જ ઉભો રહ્યો હતો. આખી ઘટના પોલીસ સુધી પહોંચતાં જ તેમની તપાસમાં ઘણી બધી વિગતો સામે આવી હતી. જેમાં સૌથી આઘાતજનક કહી શકાય તે બાબત એ હતી કે આ યુવતી તેની ગર્લફ્રેન્ડ હતી અને તેણે એટલા માટે જ તમાચા માર્યા હતા કેમ કે યુવકે તેને વૅલન્ટાઇન ડેના દિવસે સ્માર્ટફોન ગિફ્ટ નહોતો કર્યો. પોલીસે એ પણ જણાવ્યું હતું કે આ યુવતી જ અત્યાર સુધી આ યુવકને આર્થિક રીતે સહાય કરતી હતી છતાં પણ તે આ દિવસે તેને એક ગિફ્ટ આપી શક્યો નહોતો તેથી તે ગુસ્સે થઈ હતી. સીસીટીવી અને અન્ય વીડિયોઝ જોઈને પોલીસે એ પણ કહ્યું હતું કે આ યુવતીએ તેને એક બે નહીં પણ બાવન લાફા માર્યા હતા.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી