જીવલેણ / ભીષણ આગથી બચવા માટે ઈમારતના 19માળથી લટકીને ઉતર્યો, જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા

Divyabhaskar.com

Jul 19, 2019, 06:03 PM IST

વીડિયો ડેસ્ક:ફિલાડેલ્ફિયામાં આવેલી એક હાઈરાઈઝ ઈમારત ભીષણ આગમાં સપડાતાં જ તેની અંદર રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ વધુ પ્રસરતાં જ અંદર રહેલા લોકો ધુમાડાના કારણે ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. અનેક લોકો બચવા માટે તેમની બાલ્કનીઓમાં આવીને મદદની રાહ જોતા બેસી રહ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે ભીષણ આગથી બચવા માટે એક માથાફરેલે તો જાતે જ ઈમારત પરથી નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું હતું. 19મા માળેથી આ વ્યક્તિએ પાછળની બાજુથી લટકી લટકી નીચે આવવાનું પણ શરૂ કરી દીધું હતું. કોઈ પણ જાતના સપોર્ટ વગર જ એક બાદ એક એમ ફ્લેટની બાલ્કનીમાંથી નીચે ઉતરતા આ શખ્સને જોઈને લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે આ શખ્સે સફળતાપૂર્વક નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, સ્થાનિક મીડિયા પણ તેની ઓળખ કરી શક્યું નહોતું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી