• Home
  • Dvb
  • Dbv
  • Lonely model gives up on dating, marries her golden retriever

ઇંગ્લેન્ડ / 221 યુવકો સાથેની ડેટ નિષ્ફળ રહ્યા બાદ અંતે મોડલ પાળેલા ડોગ સાથે પરણી, ચેનલના મોર્નિંગ શોમાં લાઈવ લગ્ન કર્યાં

Divyabhaskar.com

Jul 31, 2019, 05:52 PM IST

ગયા સપ્તાહે જ એક શ્વાન સાથે લગ્ન કરવાના સમાચારો સાથે સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી 49 વર્ષીય મોડલે અંતે લગ્ન કરી લીધાં છે. આજકાલ આમેય લોકો અલગ અલગ રીતે લગ્ન કરીને ચર્ચામાં રહેતા જ હોય છે, તેવામાં ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ પેજ 3 મોડલ એવી એલિઝાબેથે તેના પાળેલા લેબ્રાડોર ડોગ લોગન સાથે એક ચેનલના લાઈવ શોમાં જ લગ્ન કરી લેતાં ફરી વાર તે ટ્રેન્ડ કરવા લાગી છે.

પોતાનો મનનો માણીગર શોધવા માટે અલગ અલગ ડેટિંગ એપના માધ્યમથી આ મોડલે 8 વર્ષમાં અંદાજે 221 લોકો સાથે ડેટ કર્યું હતું. ‘મર્દોનું શું કામ છે, હું તો મારા શ્વાન સાથે લગ્ન કરી રહી છું.’ વાક્ય ઉચ્ચારીને તેણે પેટ ડોગ લોગન સાથે જ પરણવાનું નક્કી પણ કરી લીધું હતું.

તમે માનો કે ના માનો પણ આ સત્ય છે. યૂકેની ચેનલના મોર્નીગ શોમાં જ એલિઝાબેથે તેના લોગન નામના શ્વાન સાથે લગ્ન કરતાં જ ફરી તે ચર્ચાઓમાં આવી ગઈ છે. ચેનલના સ્ટૂ઼ડિયોમાં જ આ લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં એલિઝાબેથના અંગત મિત્રો પણ હાજર રહ્યા હતા. આ લગ્ન પણ પ્રોપર વિધિ સાથે કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં એ દરેક રીતરિવાજનું પણ પાલન કરવામાં આવ્યું હતું જે મહિલા-પુરૂષના લગ્નમાં કરવામાં આવે છે.

એલિઝાબેથે આ લગ્ન કરવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે, મારા પેટ ડોગના નિધન બાદ હું નાસીપાસ થઈ ગઈ હતી ત્યાં જ આ લોગન નામનો શ્વાન ત્યજેલી હાલતમાં મને મળી આવ્યો હતો. અંગતોને ખોઈ દેવાનું દુ:ખ અને 221 ડેટ બાદ પણ સાચો પ્રેમ ના મળતાં હું હતાશ થઈ ગઈ હતી. બાદમાં અમે બંનેએ એકબીજાને નવું જીવન શરૂ કરવા માટેનો સહારો આપ્યો હતો જે હવે લગ્નમાં પરિણમ્યો છે. ઘણા લોકો મને પાગલ સમજશે પણ અમે બંને કાયમ સાથે જ રહીશું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી