• Home
  • Dvb
  • Dbv
  • Linemen disconnect power, use electric wires to cross river In Rajsthan

રાજસ્થાન / લાઈટમેનોએ વીજળીના તારના સહારે લટકીને નદી ક્રોસ કરી, જીવલેણ સાબિત થઈ શકતું આ કારનામું જોઈને પોલીસે ધરપકડ કરી

Divyabhaskar.com

Aug 20, 2019, 01:36 PM IST

વીડિયો ડેસ્ક- રાજસ્થાનમાં વરસાદે વર્તાવેલા કહેરના કારણે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીઓમાં આવેલા ભારે પૂરના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેવામાં ભીલવાડાનો એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે બે લાઈટમેનોએ કઈ રીતે વીજળીના તારના સહારે નદી પાર કરીને તેમનો જીવ જોખમમાં મૂક્યો હતો. તેમના આ દુ:સાહસને કેટલાક લોકોએ રેકોર્ડ કર્યું હતું જે જોતજોતામાં જ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યું હતું. વીડિયોના આધારે પોલીસે પણ તે બંનેની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.

વીડિયોમાં પણ જોઈ શકાય છે કે માનસી નદીના ધસમસતા પાણીમાંથી સામા કિનારે જવા માટે આ બંને વાયરમેનોએ વાયરોના સહારે લટકી લટકીને આગળ જવાનો રસ્તો પસંદ કર્યો હતો. તેમની આવી હરકત જોઈને સામે રહેલા કેટલાક લોકોએ આવું નહીં કરવાની અપીલ પણ કરી હતી. તો અન્યોએ તેમના આવા જોખમી જુગાડને કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ લોકલ પોલીસે પણ બંનેની ધરપકડ કરી હતી. જ્યાં તેમની ઓળખ મિશરી લાલ અને દૂદા રામ નામના રાજ્ય સરકારના જ કર્મચારીઓ તરીકે કરી હતી. આ બંને સરકાર હસ્તક વીજ કંપની ડિસકોમ (DISCOM)માં ફરજ નિભાવે છે. નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે આવું જોખમી પગલું ભર્યા પહેલાં આ બંનેએ અગુચા અને પરાશ્રમ ગામ વચ્ચનો વીજપ્રવાહ બંધ કરી દીધો હતો જેથી તેમને કરંટ ના લાગે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી