• Home
  • Dvb
  • Dbv
  • labour goes lucky found diamond worth lakhs while excavation at panna mines

પન્ના / ગણેશોત્સવના પ્રથમ દિવસે જ મજૂરની કિસ્મત ચમકી,ખાણમાંથી મળ્યો લાખોની કિંમતનો હીરો

Divyabhaskar.com

Sep 03, 2019, 06:14 PM IST

હીરાની ખાણો માટે પ્રસિદ્ધ એવા મધ્ય પ્રદેશના પન્નામાં ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે જ એક મજૂરનું નસીબ ચમકી ગયું હતું. આ મજૂરે લીઝ પર લીધેલી એક ખાણમાંથી ખોદકામ કરતાં સમયે તેને ચાર કેરેટ, ચાર સેન્ટની જેમ ક્વોલિટીનો હીરો મળ્યો હતો. મળતી વિગતો પ્રમાણે આ હીરાની કિંમત લાખો રૂપિયાની છે. અચાનક નસીબ ચમકી જતાં જ કિશોર કુશ્વાહની ખુશીનો પાર નહોતો રહ્યો, તેણે જણાવ્યું હતું કે, હવે ચોક્કસ તેના જીવનમાં બદલાવ આવશે સાથે જ તે તેના સંતાનોને પણ સારી રીતે ભણાવી શકશે.

તો આ તરફ હીરાની પરખ કરતા અધિકારી એમ.એમ.પાંડેએ જણાવ્યું હતું કે, હીરો મળવાની વાત સાચી છે પણ હજુ સુધી તેની કિંમત વિશે કોઈ જ આકલન કરી શક્યા નથી. કેમ કે જે ઉપરી અધિકારી તેની પરખ કરીને કિંમત નક્કી કરે છે તેઓ રજા પર છે. જ્યારે તેઓ ફરજ પર હાજર થશે ત્યારે આ હીરાની કિંમત કરવામાં આવશે. અત્યારે હાલ કાયદા મુજબ કિશોરે જમા કરાવેલા હીરાનું પંચનામું કરીને તેને જમા લઈ લેવાયો છે.

મળતી વિગતો પ્રમાણે આ હીરો જે કિંમતે નિલામ થશે તેમાંથી ઈન્કમટેક્સ અને રૉયલ્ટી કાપીને બાકીની રકમ કિશોર અને તેના સાથીઓને આપવામાં આવશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી