Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3599

100 મીટરની દોડ માત્ર 11 સેકન્ડમાં પૂરી કરનાર ઈન્ડિયન ઉસેન બોલ્ટ ટ્રાયલમાં છેલ્લા નંબરે આવ્યો, હવે ફરી આવતા મહિને મોકો અપાશે

  • પ્રકાશન તારીખ20 Aug 2019
  •  

વીડિયો ડેસ્ક- માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરનાર શિવપુરીના રામેશ્વર ગુર્જર રાતોરાત જ તેમની આ અસાધારણ ટેલેન્ટના કારણે છવાઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો જોઈને અનેક યૂઝર્સે તેની સરખામણી ઉસેન બોલ્ટ સાથે કરીને ઈન્ડિયન ઉસેન બોલ્ટ ગણાવ્યા હતા. જો કે આ બધાની વચ્ચે તેમનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જે જોઈને અનેક લોકોનાં દિલ તૂટી ગયા છે. રામેશ્વર ગુર્જરને ભોપાલમાં આવેલા ટીટી નગર સ્ટેડિયમમાં અન્ય છ દોડવીરો સાથે દોડાવવામાં આવ્યા હતા. આ પ્રથમ પ્રોફેશનલ ટ્રાયલમાં તેઓ ફેલ થયા હતા. છ સ્પર્ધકોની આ રેસમાં તેઓ છેલ્લા નંબરે આવ્યા હતા. આ રેસ પૂરી કરવામાં તેમણે 12.90 સેકન્ડનો સમય લીધો હતો. રામેશ્વરની સાથે દોડનાર આયૂષ તિવારી પ્રથમ સ્થાને આવ્યા હતા.

સોમવારે સવારે સ્ટેડિયમમાં ઈન્ડિયન ઉસેન બોલ્ટને દોડતો જોવા માટે અનેક લોકો પણ હાજર રહ્યા હતા. સ્પોર્ટ્સ મિનિસ્ટર જીત પટવારી પણ ત્યાં હાજર રહ્યા હતા. રામેશ્વરના આવા પરિણામ બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે તે પહેલીવાર આવા ટ્રેક અને માહોલમાં દોડ્યા હતા. જેના કારણે કદાચ આવું પરિણામ આવ્યું હોય શકે છે. ભલે તેઓ આ રેસમાં છેલ્લા નંબરે રહ્યા હોય પણ એમપી એથલેટિક્સ ઓથોરિટી આવતા મહિને ફરી તેને એક મોકો આપવા માટે સંપૂર્ણ ટ્રેનિંગ પણ આપશે.

પોતાના આવા પર્ફોમન્સ પર રામેશ્વર ગુર્જરે પણ કહ્યું હતું કે તેઓ જીવનમાં પહેલીવાર સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવા ટ્રેક પર દોડ્યા હતા. એક મહિના સુધી પ્રેક્ટિસ કરીને આવતા મહિને લેવામાં આવનારા ટેસ્ટમાં હું લોકોને નિરાશ નહીં કરું.

x
રદ કરો

કલમ

TOP