Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-43

જાપાનમાં સ્કૂલના વિદ્યાર્થીઓને વાળ કાળા નહીં હોવાથી કાઢી મૂકાય છે, વિદ્યાર્થીઓએ કહ્યું- આંદોલન કરશું

  • પ્રકાશન તારીખ18 Nov 2019
  •  

ટોક્યો: જાપાનમાં કેટલાક દિવસો પહેલાં જ ઘણા મોટી કંપનીઓએ ઓફિસમાં મહિલાઓને ચશ્મા પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે ત્યાં સ્કૂલના બાળકોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ વિદ્યાર્થીઓની માગ છે કે ‘બ્લેક કોસુકૂ’ પરંપરાથી મુક્તિ આપવામાં આવે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે જાપાનના મોટાભાગના સ્કૂલ બોર્ડમાં વિદ્યાર્થીઓને એવું કહી ઘરે મોકલી દેવાય છે કે તેમના વાળ કાળા નથી. વિદ્યાર્થીઓને કહેવાય છે કે તેમના વાળની લંબાઇ ઓછી છે, તેમણે ક્યા કલરના અન્ડરગાર્મેન્ટ્સ પહેરવા જોઇએ? લાંબી યાત્રાએ જતા પહેલાં સ્કૂલને બે મહિના પહેલા માહિતગાર કરવાનું રહેશે... વગેરે. હવે વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો બોર્ડ તત્કાલ આવા નિયમોને નહીં હટાવે તો તેઓ સરકાર વિરુદ્ધ માર્ગો પર ઉતરશે. જો કે જાપાનમાં વિદ્યાર્થીઓને માર્ગો પર કોઇ પણ પ્રકારના દેખાવો કરવા પર પ્રતિબંધ છે.

બીજી બાજુ સરકારનું કહેવું છે કે એપ્રિલ 2020થી નવા સત્રથી તમામ પ્રતિબંધો ખતમ કરી દેવાશે. જાપાન કડક ડ્રેસ કોડ માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને ડ્રેસ કોડ ફરજિયાત છે. જિકૂ પ્રાંતના સ્કૂલ એજ્યુકેશન બોર્ડે ગત મહિને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે 61 હાઇસ્કૂલોમાંથી 90 ટકાથી વધુએ નિયમોને એટલા કડક બનાવી દીધા છે કે વાલીઓ તેમની ફરિયાદ માનવાધિકારમાં કરી રહ્યા છે. શિક્ષણ બોર્ડના અધિકારી માસૂકી ઇશિગામીએ કહ્યું કે બધા પ્રતિબંધો સ્કૂલ બોર્ડે પરિસ્થિતિ જોઇને લગાવ્યા હતા. હવે એપ્રિલથી શરૂ થઇ રહેલા નવા સત્રથી તે હટાવી લેવાશે, જ્યારે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓએ ચેતવણી આપી છે કે આવી રીતના ફાલતુ પ્રતિબંધો તત્કાલ ખતમ કરવા જોઇએ. લોકો આવા પ્રતિબંધોની જુના જમાનાનો વિચાર અને બેકાર ગણાવ્યા છે.

જાપાનમાં જાહેર સંસ્થાઓમાં કર્મચારીઓ માટે ડ્રેસ કોડ લાગૂ છે. પુરુષોએ સૂટ અને ડાર્ક કલરના શૂઝ જ્યારે મહિલાઓએ સ્કર્ટની સાથે હાઇ હિલ્સ પહેરવા જરૂરી છે. ટ્વિટર પર એક યુઝર શોમિઝૂ તાકાહાશીએ લખ્યું કે ‘છોકરીઓને હવે એ વાતની પણ આઝાદી નથી કે તેમણે શું પહેરવું શું નહીં? સરકાર નક્કી કરી શકતી નથી કે અમે શું કરીએ, શું નહીં? આઝાદીનો શું મતલબ છે?’

x
રદ કરો

કલમ

TOP