• Home
  • Dvb
  • Dbv
  • IMMIGRATION ADVICE With Immigration Expert Ramesh Raval 9 11 2019

ઈમિગ્રેશન / ગુજરાતના નીતિનભાઈ પટેલનો સવાલ, 10 વર્ષના વિઝિટર વિઝા છે, પતિ-પત્ની એક વખત અમેરિકા જઈ આવ્યા છીએ, ત્યાંથી કેનેડા પણ ગયા, બીજી વખત અમેરિકાએ ડિપોર્ટ કર્યાં, હવે કેનેડા જવું હોય તો જઈ શકાય?

ઈમિગ્રેશન એક્સપર્ટ લૉયર રમેશ રાવલે ડિપોર્ટેશન અંગે સ્પષ્ટ માહિતી આપી.

Divyabhaskar.com

Nov 09, 2019, 08:23 PM IST
વીડિયો ડેસ્કઃ DivyaBhaskar.com ની ખાસ રજૂઆત IMMIGRATION ADVICE માં આજે મેળવીશું વધુ કેટલાક સવાલોના જવાબો. આ સવાલોના જવાબો આપશે ઈમિગ્રેશન એક્સપર્ટ લૉયર રમેશ રાવલ. આ એપિસોડમાં ગુજરાતના નીતિનભાઈ પટેલે પૂછ્યું છે કે, ‘હું અને મારી વાઇફ વિઝિટર વિઝા પર તારીખ 30-3-2018ના રોજ અમેરિકા જઈને ત્યાં 4 મહિના રહ્યાં, પછી ઇન્ડિયા પાછા આવ્યા. તે પછી ત્યાંથી અમે 15 દિવસ માટે કેનેડા ગયા. ત્યાર બાદ 19-5-2019ના રોજ ફરીથી અમેરિકા ગયા, તો એરપોર્ટ પર ઓફિસરે એવું કહીંને ડિપોર્ટ કર્યાં કે, તમે અમેરિકામાં નોકરી કે વર્ક કરવા માટે જ આવો છો એવું લાગે છે. તો હવે કેનેડા જઈ શકાય?’ આ સવાલ અને આવા અન્ય સવાલોના જવાબ મેળવવા જુઓ આ વીડિયો.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી