Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-39

મનમાં પ્રેમ છે તો પ્રદર્શિત કરો, શું થયું જો તે દિવંગતો માટે છે

  • પ્રકાશન તારીખ10 Jun 2019
  •  

સૂઆની શરૂઓત મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની પાસના નાના શહેર વિદિશામાં પોતાનો ફોટો સ્ટૂડિયો આગળ વધારવાના વિચાર સાથે થઇ.તેમણે પહેલા ‘નો પાર્કિગં’ સાઇન બોર્ડ બનાવ્યા જેથી તેમને દરેક ઘરની બહાર લગાવી શકાય. કારણ કે તે જાણતા હતા કે લોકો મફતમાં પ્રચારની પરવાનગી નહીં આપે તો અન્ય લોકોથી અલગ દેખાવા માટે તો તેમને ‘રક્તદાન કેવી રીતે જીવન બચાવે છે’ સાથે સંબંધિત સામાજીક સંદેશને આનાથી જોડે. આનાથી તેમણે અનેક ઘરોના મુખ્ય પ્રવેશ દ્વારની બાહર પોતાના બોર્ડ લટકાવવાની પરવાનગી મળી ગઈ. એક દિવસ એક ગંભીર રોગીના સંબંધીને ગલતફેહમી થઇ ગઇ કે અહીં કોઇ એવી વ્યક્તિ છે , જે તેને મદદ કરી શકે છે. માટે તેણે ફોન કર્યો. જો કે ફોન નંબર તો ફોટો સ્ટૂડિયોના વ્યવસાયને આગળ વધારવા માટે હતો તો તેમની પાસે એ ગંભીર રોગીના હતાશ સંબંધીની મદદ કરવાની કોઇ યોજના ન હતી. તે તેમની મદદ ન કરી શક્યો. એ સંબંધીએ તો તેમને ઘણા અપશબ્ધો કહ્યા તેમજ તેમને સ્વાર્થી ઘોષિત કર્યા.સમાજ સેવાની શરૂઆત કરવા માટે વિકાસ પચોરીના જીવનમાં આ બાબત નિમિત્ત બની.જે માત્ર વિદિશા જ નહીં પણ આસપાસના 242 નાના નાના ગામડાઓના પ્રત્યેક રહેવાસીના લોહીની તપાસ કરીને તેને ઓળખપત્ર આપ્યા લાગ્યા.સમયની સાથે તેમણે વિભિન્ન રક્ત સમૂહના વર્ગોમાં એડ્રેસ થકી 1,08,638 લોકોની જાણકારી એકત્રીત કરી લીધી જેથી કોઇ પણ વ્યક્તિ પોતાના ઘરથી બે કિલોમીટરના ક્ષેત્રમાં તેમની ભાળ‌ મેળવી શકે. દુર્લભ બ્લડ ગ્રુપના વર્ગમાં તેમની પાસે 1000થી વધુ લોકોની જાણકારી છે. તેમમે પોતાની મારૂતિ વેનને આ હેતુ માટે પરિવર્તિત કરી દીધી છે. જેમાં તેમના આ ઉદ્દેશથી સંબંધિત દરેક વસ્તુ ઉપલબ્ધ છે. અહીં સુધી કે આજે પણ આ સૂચિ સોફટ અને હાર્ડ કોપીમાં ઉપલબ્ધ છે ,જેનો ઉપયોગ રોજ ઓછામાં ઓછી પાંચ લોકો, ખાસ કરીને આસપાસના ગામના લોકો કરે છે. વર્ષ 2018માં એક દિવસ એક વૃદ્ધ મેદસ્વી વ્યક્તિનું મૃત્યુ થયું. પાડોશી માટે પાર્થિવ શરીરને ખભે ઊંચકીને લઇ જવું ઘણું મુશ્કેલ હતું. સ્થાનીય સ્વશાસન સંસ્થાના સાર્વજનિક ઉપયોગ માટે ઉપલબ્ધ શબવાહિની ન આવી અને છેવટે સ્થાનીક લોકોએ જે બની શકે તે કર્યું. તેમણે શબને કાંઘ આપી. આ દરમિયાન કોઇએ પચોરીને કહ્યું કે જે બ્લડ કલેકશન વાનનો તેમનો દાવો છે કે તેનો ઉપયોગ સામાજિક ઉદ્દેસ માટે પણ કરે છે, તેનાથી શહેરનું ખાસ કોઇ ભલું થયું નથી.સારુ રહેશે કે તે તેને શબવાહિનીમાં તબ્દીલ કરી દે. ત્યારથી આ શનિવારે જ્યારે હું તેમને મળ્યો, ત્યાં સુધીમાં તે 1500 શબને અંત્યેષ્ટિ માટે લઇ ગયા છે. આ વાહન માટે કોઇ ડ્રાઇવર નથી , વિકાસ જ તેને ચલાવે છે અને આ વાહન સાતેય દિવસ ચોવીસ કલાક મફતમાં ઉપલબ્ધ છે. આમ કરતા તેમના મનમાં મેડિકલ કોલેજના છાત્રોના અભ્યાસ માટે દેહ-દાનને પ્રોત્સાહન આપવાનો વિચાર આવ્યો. કારણ કે મેટ્રો શહેરોમાં મળનારી આવી લક્ઝરીના લાભ ક્ષેત્રિય મેડિકલ કોલેજને કદાચ જ મળતા હોય છે. પણ ,તે આ પ્રક્રિયાને પૂલપ્રુફ બનાવવા માંગતા હતા. તેમણે માત્ર દાનદાતાઓને જ નહીં પણ ખાસ કરીને તેમના સંબંધીઓને ઉચિત દસ્તાવેજીકરણના માધઅયમથી દેહદાન માટે રાજી કર્યા. સહમતિના પ્રૂફના રૂમમાં સમગ્ર પ્રક્રિયાનો વીડિયો ઉતારવામાં અાવે છે.અત્યારસુધી 192 લોકોએ પોતાના સંપૂર્ણ પરિવારની હાજરીમાં દેહદાન માટે સ્વિકૃતિ પર હસ્તાક્ષર કર્યા છે. થોડાક સમયમાં આ પૈકીના લોકોમાંથી ચાર લોકો મૃત્યુ પામ્યા , જેમના પાર્થિવ શરીરને નક્કી થયા પ્રમાણે નજીકની મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યા છે.જોક રક્ત સમૂહની ઓળક કરનારાઓનો સમુહ બનાવવા માટનું તેમનુ અભિયાન બે વર્ષ પહેલા અટકી ગયું, પણ હાલમાં તે પ્રાપ્ત સૂચી ઓનલાઇન ઉપલબ્ધ થાય તે દીશામાં કામ કરી રહ્યા છે.
ફંડા એ છે કે જો તમારી આત્મામાં પ્રેમ છે તો તેને પ્રદર્શીત કરો. જો તે દિવંગત લોકો માટે છે તો શું થયું? તેમને કદાચ તેની વધુ જરૂર છે . કારણ કે આપણને ખબર નથી
કે બીજી દુનિયામાં તેમની યાત્રા કેટલી
કપરી હશે.

x
રદ કરો
TOP