Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3569

બે હાથ ના હોવા છતાં પણ પિતા 10 મહિનાના સંતાન પર આ રીતે વહાલ વરસાવે છે, પગથી દરેક કામ કરીને જુસ્સાથી જીવે છે

  • પ્રકાશન તારીખ01 Aug 2019
  •  

વીડિયો ડેસ્ક: વેંગ ગોંગ નામના આ ચીની નાગરિકે દુનિયાનાં દિલ જીતી લીધાં છે. માત્ર 13 વર્ષની ઉંમરે જ ઈલેક્ટ્રીક શોકના કારણે પોતાના બંને હાથ ગુમાવી દેનાર આ વ્યક્તિએ અનેક તકલીફો સામે લડીને મક્કમ મનોબળનો પરિચય આપ્યો છે. ચીનના ટાઈલિંગ શહેરના વતની એવા વેંગ ગોંગ તેમની પત્ની ઘરે હાજર ના હોય ત્યારે તેમના 10 મહિના સંતાનની એક આદર્શ પિતાની જેમ જ દેખભાળ કરે છે. તેમની આ હાર્ડ લાઈફને આ વીડિયોના માધ્યમથી દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી છે.

પોતાના પુત્રના જન્મ સમયથી જ તેમણે એક પ્રેમાળ પિતાની જેમ જ તેનું જતન કર્યું છે. બે હાથ ના હોવા છતાં પણ તેઓ તેની કાળજી લેવામાં કોઈ જ કસર છોડતા નથી. પોતાના વહાલસોયાને બેગમાં બેસાડીને તેડવાથી લઈને તેને ખવડાવવા સુધીનો લ્હાવો તેઓ લે છે. તેમના જણાવ્યા મુજબ આ કામ તેમના માટે બહુ મુશ્કેલ પણ નથી. જો કે, સંતાન સાથે જ્યારે તેમને બહાર ફરવા જવું હોય ત્યારે તેમને હિપસીટ કેરિયર લગાવવા માટે કોઈની મદદ માગવી પડે ત્યારે લાચારીનો અનુભવ થાય છે.

એક આદર્શ પિતા હોવાની સાથોસાથ જ વેંગ એક આદર્શ પતિની ભૂમિકા પણ બખૂબી નિભાવી જાણે છે. પત્ની જ્યારે કામે જાય ત્યારે તેઓ તેમના પગ દ્વારા ઘરમાં કચરાપોતું કરવાથી લઈને કપડાં પણ ધોઈ નાખે છે.

પોતાના સંતાનના ભવિષ્ય બાબતે નિ:સાસો નાખતાં તેમણે કહ્યું હતું કે, આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મને એ વાતનો જ ડર છે કે તેનું ભણતર કઈ રીતે કરવું. સરકાર દ્વારા કરવામાં આવતી બેઝિક આર્થિક સહાય પણ પૂરતી ના હોવાથી પોતાના સંતાનના ઉજળા ભવિષ્ય માટે ફરી પોતાના પગ પર ઉભા થઈ શકાય તેવી દિશામાં રોજગાર મેળવવાની પણ આશા તેમણે વ્યક્ત કરી હતી.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયો જોઈને અનેક યૂઝર્સે જીવન સામેના તેમના આ જુસ્સાને વખાણ્યો હતો. તો સાથે જ તેમના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ પ્રાર્થના કરી હતી.

x
રદ કરો

કલમ

TOP