• Home
  • Dvb
  • Dbv
  • gujarat heavy rain, various visual of rain in gujarat

મેહુલિયો મહેરબાન / ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી હરખની હેલી, ક્યાંક કુદરતનો વૈભવ છલક્યો તો ક્યાંક જળબંબાકાર

  • 24 કલાકમાં 231 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
  • ડાંગ જિલ્લામાં કુદરતે જાણે અફાટ સૌંદર્ય વેર્યું 
  • 204 પૈકી 12 ડેમમાં 50 ટકા પાણીની આવક થઈ

Divyabhaskar.com

Jul 30, 2019, 07:14 PM IST

વીડિયો ડેસ્ક: લાંબા વિરામ બાદ મેઘરાજાએ ગુજરાતમાં પધરામણી કરતાં જ જમાવટ બોલી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 309.01 મિમિ વરસાદ પડ્યો છે. જે મોસમનો 38 ટકા વરસાદ થયો છે. હાલ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અનેક વિસ્તારોમાં સંભવિત પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છમાં પણ હેત વરસતાં કચ્છીમાડુઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થતાં જ લોકોમાં પણ હરખની હેલી પ્રસરી ગઈ હતી. વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.
રાજ્યની ડેમોની સ્થિતિ જોઇએ તો પાંચ ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. તેમજ 6 ડેમ 50થી 70 ટકા ભરાયા છે. જ્યારે 27 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે. જ્યારે 165 ડેમમાં 25 ટકાથી ઓછા પાણીની આવક થઈ છે. તો સાથે જ અવિરત મેઘકૃપાથી રાજ્યમાં વનરાજી ખીલી ઊઠી છે. ડાંગ જિલ્લામાં કુદરતે જાણે અફાટ સૌંદર્ય વેર્યું છે જેનો નજારો માણવા માટે અનેક સહેલાણીઓ પણ ઉમટ્યા હતા. સાથે જ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ પણ વરસાદી માહોલ વચ્ચે આકર્ષણ જમાવ્યું છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી