• From 21st November, the quadrilateral yoga will be created in the zodiac, auspicious effect on the country and the world.

ગ્રહયુતિ / 21 નવેમ્બરથી ધન રાશિમાં ચતુર્ગ્રહી યોગ રચાશે, દેશ-દુનિયા પર શુભાશુભ અસર થઈ શકે છે

From 21st November, the quadrilateral yoga will be created in the zodiac, auspicious effect on the country and the world.

Divyabhaskar.com

Nov 18, 2019, 06:22 PM IST

ધર્મ ડેસ્ક- અગામી તા.21 નવેમ્બરના રોજ ધનુ રાશિમાં એકી સાથે ચાર ગ્રહ એકઠા(યુતિ)થઈ રહ્યાં છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર જેને જ્યોતિષની પરિભાષામાં ચતુગ્રહી યોગ રચાઈ રહ્યો છે તેમ કહેવાય. શનિ, કેતુ, બૃહસ્પતિ, શુક્ર પ્રવેશ કરશે અને ચતુગ્રહી યોગ રચાશે. વૈદિક જ્યોતિષમાં ચતુગ્રહી યોગ શુભ, અશુભ બંને પ્રકારના હોય છે. આ શુભ-અશુભ ગ્રહોની સંખ્યાના આધારે નક્કી થાય છે.

ધનુ રાશિમાં શનિ-કેતુ જ્યાં ક્રુર ગ્રહ છે તો ગુરુ અને શુક્ર શુભ પ્રભાવ આપનાર ગ્રહ છે. વિશેષ આ રીતે જોઈએ તો બંને પ્રકૃતિના ગ્રહોની સંખ્યા સરખી છે. આથી આ યુતિથી શુભ અને અશુભ બંને પ્રકારનું ફળ જોવા મળશે. આ યોગ આગામી 15 ડિસે. સુધી રહેશે.અગામી શુક્રનું મકર રાશિમાં જવાથી આ ચતુગ્રહી યોગ સમાપ્ત થશે.
ચતુગ્રહી યોગના પ્રભાવથી જ્યાં લોકોમાં વૈચારિક મતભેદ ઉભા થશે, મતમંતાર થાય, કુદરતી કે અપ્રાકૃત્તિક મુશ્કેલીઓમાં વધારો થઈ શકે. ખાસ કરીને કેટલાક વિસ્તારમાં વરસાદ, સુનામી, તોફાનની આશંકા ગણાવી શકાય. ભારત દેશની કુડલી જોતા ઉત્તર ભારતમાં ભીષણ ઠંડી અને વાયુ પ્રદુષણનો પ્રકોપ હજુ પણ વધશે. તો શુક્રના કારણે સોનું, ડાયમન્ડ, શેરબજારના વ્યવહારમાં, વેપારમાં વૃદ્ધિ થશે. કંઈક અંશે આર્થિક સ્થિતિ સુધરતી જણાશે. શનિના પ્રભાવથી લોકો ન્યાય તરફ વિશ્વાસ ધરાવતા થશે.

ચતુગ્રહી યોગના કારણે 25 દિવસ સુધી મિથુન, કર્ક, કન્યા, ધન મકર રાશિઓના જાતકો ભારે માનસિક, આર્થિક અને પારિવારિક સંકટોનો સામનો કરશે. આ તમામ સંકટોથી બચવા માટે તમામ રાશિના જાતકોએ ઈષ્ટ ઉપાસના, શિવજીની, શનિની આરાધના કરવી જોઈએ. પ્રત્યેક સોમવારે શિવલિંગ પર અભિષેક અને પંચામૃત ધરાવવું જોઈએ. શનિવારે ગરીબોને ભોજન કરાવવાથી લાભ મળશે.આ તમામ ઉપાય સંકટ દૂર કરશે.

X
From 21st November, the quadrilateral yoga will be created in the zodiac, auspicious effect on the country and the world.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી