• Home
  • Dvb
  • Dbv
  • Forest Guard Poses With King Cobra, Wraps Venomous Snake Round His Neck

પ.બંગાળ / 10 ફૂટ લાંબા કોબરાને ગળે લટકાવીને ફોટા પડાવ્યા, વન કર્મચારી સામે તપાસ હાથ ધરાઈ

Divyabhaskar.com

Sep 10, 2019, 05:14 PM IST

પશ્ચિમ બંગાળમાં આવેલા અલીપૂર્દૂઆર જિલ્લામાં 10 ફૂટ લાંબા કિંગ કોબરાને પકડ્યા બાદ વનકર્મીએ તાયફો કર્યો હતો. સામાન્ય રીતે તો વન કર્મચારીઓ પ્રાણીઓ કે સરિસૃપોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી મૂકે છે. જો કે, આ કર્મચારી કોણ જાણે કેમ કાળોતરાને જોઈને છાકટો બન્યો હતો. ઝેરી સાપને તેણે ફેણના ભાગેથી દબોચીને શિવના જેમ ગળે વળગાડ્યો હતો. ત્યાં હાજર ટોળાએ પણ તેની આવી જીવલેણ સાબિત થાય તેવી હરકતની પણ વાહવાહી કરતાં જ તે ફોટો અને વીડિયો બનાવવા માટે પણ ઉતાવળો બન્યો હતો. તેના જ કેટલાક સાથીઓએ પાડેલા ફોટો અને વીડિયોઝ વાઈરલ થતાં જ હવે તેના પર ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. કોઈ પણ વ્યક્તિ વન્ય જીવ સંરક્ષણ કાયદો હેઠળ સંરક્ષિત કરાયલે પ્રાણી કે પક્ષીને હેરાન કરી શકતી નથી.

મળતી વિગતો પ્રમાણે અલીપૂર્દૂઆર પાસે આવેલા લંકા પરામાં કેટલાક સ્થાનિકોએ આ કોબરાને જોઈને વન વિભાગને જાણ કરી હતી. ત્યાં પહોંચી આ કોબરાને રેસ્ક્યું કરીને તરત જ આ વન અધિકારીએ આવું કારનામું કર્યું હતું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી