Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3598

શિક્ષિકાની સાથી શિક્ષકે છેડતી કરી હતી, રણચંડી બનીને જાહેરમાં મારીને પગ પકડાવ્યા

  • પ્રકાશન તારીખ20 Aug 2019
  •  

મધ્ય પ્રદેશના માનપુર પાસે આવેલા ખુરદી ગામની સરકારી શાળાનો વીડિયો સામે આવતાં જ શિક્ષક સામે સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તવા લાગી હતી. આ શિક્ષક તેની સાથી શિક્ષિકાની છેડતી કરતો હોવાથી તંગ આવીને જાહેરમાં જ તેની ધોલાઈ કરવા માટે તેઓ લાચાર બન્યાં હતાં. 15મી ઓગસ્ટની આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો હતો જેમાં જોઈ શકાય છે રણચંડી બનીને શિક્ષિકાએ આ સાહેબને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. ધ્વજવંદન પ્રોગ્રામ પૂર્ણ થતાંની સાથે જ મહિલાએ આ મહાશયને પકડીને તમાચાઓ મારી દીધા હતા. તેને બરાબરનો મારીને બાદમાં તેના પગ પણ પકડાવીને માફી મંગાવી હતી.

મહિલાનો આરોપ હતો કે બે બાળકોનો પિતા એવો આ સાથી શિક્ષક તેમને રોજ ફોન કરીને હેરાન કરતો હતો. તેમજ શાળામાં પણ તે મોકો મળે ત્યારે છેડતી કરવાનું ચૂકતો નહોતો. રોજ રોજની તેની આવી હરકતોથી તંગ આવીને તેને આ રીતે જાહેરમાં જ આડેહાથ લીધો હતો. આટલું ઓછું હોય તેમ મહિલાએ પણ તેને આજે 15મી ઓગસ્ટે રક્ષાબંધનનો દિવસ પણ હોવાનું યાદ કરાવી બહેન કહેવડાવી હતી. આરોપીએ પણ શિક્ષિકાનું રણચંડી જેવું આ રૂપ જોઈને પગે પડીને માફી માગવામાં જ પોતાની ભલાઈ સમજી હતી.

x
રદ કરો

કલમ

TOP