• Home
  • Dvb
  • Dbv
  • Dungarpur News rajasthan news case of truck driver risked lives of children

રાજસ્થાન / 12 વિદ્યાર્થિનીઓ ભરેલી ટ્રકને ધસમસતા પાણીમાં હંકારીને જીવ જોખમમાં મૂક્યો, ગામલોકોએ દિલધડક રેસ્ક્યુ કર્યું

Divyabhaskar.com

Sep 30, 2019, 03:58 PM IST


રાજસ્થાનના ડૂંગરપુર પાસે આવેલા સતીરામપુરમાં આ ટ્રકચાલક પર વિદ્યાર્થિનીઓનો જીવ જોખમમાં નાખવા બદલ પોલીસે કેસ પણ દાખલ કર્યો છે. નાનુરામ ડામોર નામના આ ડ્રાઈવરે 12 વિદ્યાર્થિનીઓ ભરેલા ટ્રકને ધસમસતા પાણીમાં ઉતાર્યો હતો જેના કારણે બાળકીઓના માથે મોત મંડરાવા લાગ્યું હતું. સદનસીબે ગામલોકોએ ત્યાં પહોંચી જઈને પાણીમાં તણાઈ રહેલા ટ્રકમાંથી દરેક વિદ્યાર્થિનીને દિલધડક રેસ્ક્યુ કરીને બહાર નીકાળી હતી.

મળતી વિગતો પ્રમાણે વધુ વરસાદના કારણે સવારે 10 વાગે જ શાળામાં વિદ્યાર્થિઓને છોડી દેવામાં આવ્યા હતા. જેમાંથી કેટલીક વિદ્યાર્થિનીઓ આ ટ્રકમાં સવાર થઈને ઘરે જવા નીકળી હતી. જ્યાં એક કોઝવેમાં પાણીના પ્રવાહને નજર અંદાજ કરીને આ ટ્રકચાલકને તેને ક્રોસ કરવાનું દુ:સાહસ કર્યું હતું. ટ્રક પણ પાણીના મારાના કારણે તણાઈને તરત જ પલટી મારી ગયો હતો જેની જાણ ગામવાળાઓને થતાં જ તેઓ દેવદૂત બનીને ત્યાં બચાવ કામ કરવા માટે ધસી ગયા હતા. અંતે ભારે જહેમત બાદ ગામવાસીઓએ દોરડાના સહારે એક બાદ એક એમ દરેક વિદ્યાર્થિનીને સહીસલામત રીતે બહાર નીકાળી હતી. પોલીસે પણ બેદરકારીપૂર્વક ટ્રક હંકારીને વિદ્યાર્થિનીઓના જીવ જોખમમાં મૂકવા બદલ ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી