Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3669

કાળીચૌદશે આ રીતે કરો ભૈરવપૂજા અને બનાવો રક્ષા કવચ, પરિવારમાં બાધાઓ દૂર થશે, આવશે સુખ-શાંતિ

  • પ્રકાશન તારીખ25 Oct 2019
  •  
શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિતઃ દીપોત્સવ મહાપર્વની શરૂઆત થઈ ચૂકી છે. આ મહાપર્વમાં કાળીચૌદશનું અનેરું માહત્મ્ય રહેલું છે અને શાસ્ત્રમાં ધનતેરસનો વિશેષ મહિમા છે. શાસ્ત્ર અનુસાર ધનતેરસ કાળીચૌદસ અને દિવાળીને સિદ્ધ રાત્રિ અને દિવસ છે. તેથી જ કાળીચૌદશના દિવસે કોઈપણ મંત્રની સાધના, અનિષ્ટ તત્વો દૂર કરવા માટે તેમજ હનુમાનજી અને ભૈરવજીની કૃપા મેળવવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમજ આ દિવસે ભૈરવજીનું રક્ષા કવચ પહેરવાથી બાધાઓ દૂર થાય છે. તેમજ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. તો આ વીડિયોમાં જુઓ કાળીચૌદશની વિશેષ પૂજા.
x
રદ કરો

કલમ

TOP