• Home
  • Dvb
  • Dbv
  • cow entered in himachal state transport bus video goes viral

વાઈરલ / દિલ્હી જતી બસમાં રખડતી ગાય ચડી ગઈ, મહામહેનતે બહાર નીકાળી

Divyabhaskar.com

Jun 01, 2019, 07:03 PM IST

હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલા જ્વાલામુખી બસ ડેપોમાં અજીબોગરીબ નજારો જોવા મળ્યો હતો. જ્વાલામુખીથી દિલ્હી જતી હિમાચલ પરિવહન નિગમની બસમાં મોકો જોઈને રસ્તે રઝળતી ગાયે પણ ઘૂસ મારી દીધી હતી. ગાયને બસમાં જોઈને જ કેટલાક મુસાફરોએ નીચે ઉતરવા માટે દોટ મૂકી હતી તો સાથે નીચે ઉભેલા મુસાફરોએ તો વીડિયો પણ બનાવી લીધો હતો. બસની અંદર અને બહાર એમ બે બાજુ અફડાતફડીનો માહોલ હતો જેના કારણે ગાય પણ ભડકી હતી. બસમાં રહેલા કંડક્ટરે મહા મહેનતે અન્ય મુસાફરોની મદદથી 15 મિનિટ બાદ તેને બહાર નીકાળવામાં સફળતા મેળવી હતી. નજરે જોનાર મુસાફરે જણાવ્યું હતું કે અંદર ગયા બાદ બહાર નીકળવા મથતી ગાય એક તબક્કે તો સીટો પર કૂદકા મારીે આગળ વધવાની જહેમત કરતી રહી હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી