Back કથા સરિતા

(પ્રકરણ - 3845)
પ્રકરણ-3823

સુરતમાં BRTSની બસોમાં મુસાફરો પાસેથી કેવી રીતે કટકી થાય છે? કોર્પોરેટર દિનેશ કાછડિયાએ બસ રોકીને તપાસ કરી તો હકીકત સામે આવી

  • પ્રકાશન તારીખ17 Dec 2019
  •  
વીડિયો ડેસ્કઃ સુરતના કૉંગ્રેસના કોર્પોરેટર દિનશ કાછડિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. BRTS બસમાં મુસાફરો પાસેથી રૂપિયા લઈ ટિકિટ અપાતી ન હોવાની ફરિયાદ મળતાં તેમણે BRTS બસ રોકી હતી. બસમાં તેમણે દરેક મુસાફરને પૂછ્યું હતું કે, તેમને ટિકિટ મળી છે કે નહી? આ દરમિયાન મોટા ભાગના મુસાફરોએ કહ્યું હતું કે તેમને ટિકિટ મળી નથી. હકીકતમાં ટિકિટ આપનાર મુસાફરો પાસેથી પૈસા લઈ ટિકિટ આપતો ન હતો, અથવા તો મુસાફરો ઊતરે ત્યારે તેમની પાસેથી રૂપિયા લઈ લેતો હતો. આ અંગે ખાતરી થતાં તેમણે ટિકિટનુ મશીન લઈ લીધું હતું અને ટિકિટ આપનારને ખખડાવ્યો હતો. જેના જવાબમાં ટિકિટ આપનારે કહ્યું હતું કે, તેનો પગાર ઓછો હોવાથી આ રીતે કટકી કરે છે. આ સમગ્ર મામલે દિનેશ કાછડિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ટિકિટનું કામ સંભાળતી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવાની માગ કરી છે.
x
રદ કરો
TOP