Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3566

પાણીમાં તણાઈને જતી પાંચ માળની બિલ્ડિંગનો વીડિયો જોઈને યૂઝર્સ ચમક્યા, બહાર આવ્યું કે તણાતી નહોતી પણ તરતી હતી

  • પ્રકાશન તારીખ31 Jul 2019
  •  

વીડિયો ડેસ્ક: પાંચ માળની તણાઈને જઈ રહેલી એક બિલ્ડિંગના વીડિયોએ સોશિયલ મીડિયામાં યૂઝર્સને વિચારતા કરી દીધા હતા. ચીનમાં આવેલી યાંગત્ઝે નદીમાં તણાતી આવડી મોટી ઈમારતને જોઈને બધાને નવાઈ લાગી હતી. યૂઝર્સે પણ તેના પર જાતજાતની કોમેન્ટ્સ કરી હતી. એક યૂઝર્સે તેને જોઈને કોમેન્ટ કરી હતી કે આ ગ્રાફિક્સના માધ્યમથી બનાવેલો વીડિયો છે. જો કે, આ રીતે તણાઈને આગળ વધી રહેલી ઈમારતના વીડિયોની અલગ સચ્ચાઈ સામે આવી હતી. તમને જણાવી દઈએ કે આ કોઈ પૂરે સર્જેલી હોનારત નહોતી પણ માનવસર્જિત ઘટના હતી. પાણીમાં પાંચ માળની ઈમારત તણાતી નહોતી પણ તરતી હતી. હકિકતમાં આ વીડિયો નવેમ્બર 2018નો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ આ પાંચ માળની તરતી રેસ્ટરૉ છે. ચોંગિગમાં આવેલી આ અનોખી રેસ્ટરૉને સંજોગો અને નિયમો બદલાતાં અન્ય સ્થળે ખસેડવી પડી હતી. જે માટે આખી પાંચ માળની આ તરતી રેસ્ટરૉને બોટ સાથે જ ખેંચીને બીજા સ્થાને લઈ જવાઈ હતી. ટ્વિટર પર અને અન્ય સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોની આ વાસ્તવિકતા સામે આવતાં જ ફરીવાર યૂઝર્સે ચીનની ટેકનોલોજીના વખાણ ચાલુ કર્યા હતા.

x
રદ કરો
TOP