Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3526

ટાબરિયાઓની દોસ્તીએ લોકોનાં દિલ જીત્યાં, લકવાગ્રસ્ત દોસ્તને ક્લાસમાં પોતાના હાથે નાસ્તો ખવડાવે તો સાથે જ અન્ય મદદ પણ કરે

  • પ્રકાશન તારીખ05 Jul 2019
  •  

ફિલિપીન્સના પેંમ્પાંગમાં આવેલી એક શાળાના બે વિદ્યાર્થીઓના વાઈરલ થયેલા વીડિયોએ સોશિયલ મીડિયામાં યૂઝર્સને ઈમોશનલ કર્યા હતા. યૂઆન અને કાર્લ નામના આ બે બાળકો તેમના જ ક્લાસમેટની જે રીતે કાળજી રાખે છે તે જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. આ ઈમોશનલ વીડિયો રેકોર્ડ કરનાર ક્રિસ્ટિન લોપેઝ નામની શિક્ષિકાએ જ આ બંને બાળકોને સેરિબ્રલ પૉલ્ઝી નામની બિમારીથી પીડાતા હેન્સનું ક્લાસરૂમમાં ધ્યાન રાખવાનું કહ્યું હતું. આવું કરવા પાછળનો તેમનો આશય એ જ હતો કે લકવાગ્રસ્ત બાળક લઘુતાગ્રંથીથી ના પીડાય સાથે જ અન્ય વિદ્યાર્થીઓમાં પણ મદદની ભાવના પેદા થાય. જો કે તેમના આશ્ચર્ય વચ્ચે માત્ર એક જ વાર કહેલી આ વાતને આ બાળકોએ પણ સારી પેઠે સમજીને હેન્સને મદદ કરવાનું ચાલું પણ કરી દીધું હતું. એક જવાબદાર પેરેન્ટ્સની જેમ જ કાળજી લેતા આ માસૂમોને જોઈને તરત જ તેમણે આ ઘટના રેકોર્ડ કરી લીધી હતી. સોશિયલ મીડિયામાં તેમણે જ્યારે આ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે તેને અત્યાર સુધીમાં વીસ હજાર કરતાં પણ વધુ લોકોએ શેર કર્યો હતો.

x
રદ કરો

કલમ

TOP