તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • CCTV SHOWS HERO POLICE GUNNING DOWN OHIO MASS SHOOTER OUTSIDE DAYTON PUB

આડેધડ ફાયરિંગ કરીને 10 લોકોને મારનાર હુમલાખોરને પોલીસે 30 સેકન્ડમાં જ ઠાર માર્યો, વળતા જવાબના સીસીટીવી સામે આવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્ક: અમેરિકાના ઓરગન જિલ્લાના ઓહિયોમાં એક શખ્સે આડેધડ ફાયરિંગ કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હુમલામાં 20 કરતાં પણ વધુ લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. 4 ઓગસ્ટે રાત્રે હાથમાં બંદૂક, ચહેરા પર માસ્ક અને શરીરે બૂલેટપ્રૂફ જેકેટ પહેરીને અજાણ્યા શખ્સે નાઈટક્લબના વિસ્તારમાં ધડાધડ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. હિચકારા હુમલાથી બચવા માટે અનેક લોકોએ નાઈટક્લબ તરફ દોટ મૂકી હતી. હુમલાખોરે પણ તેમની પાછળ જ ગોળીબાર કરીને તેમનો પીછો કર્યો હતો. સદનસીબે તે વધુ લોકોને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારે તે પહેલાં જ પેટ્રોલિંગ કરતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. માત્ર 30 જ સેકન્ડમાં બાહોશ પોલીસ અધિકારીઓએ તેના પર ફાયિરંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 
ડેટોન પોલીસે પણ આ સર્વેલન્સ ફૂટેજ જાહેર કરીને જણાવ્યું હતું કે, રાત્રે એક વાગ્યાની આસપાસ પેટ્રોલિંગ કરતી અમારી ટીમને ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. ગોળીબારની દિશામાં પોલીસની ટીમ પહોંચી તો લોકોનું ટોળું ડરના માર્યા ભાગી રહ્યું હતું. તરત જ આખો મામલો સમજી ગયેલા બાહોશ પોલીસ અધિકારીઓએ પણ ચપળતાપૂર્વક હુમલાખોરને ઠાર માર્યો હતો. અજાણ્યા હુમલાખોરનું નામ કોનોર બેટ્સ હતું તો સાથે જ આ હુમલામાં તેણે તેની બહેનને પણ મોતને ઘાટ ઉતારી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે હુમલાખોરે આ ઘાતક બંદૂક પણ ઓનલાઈન ખરીદી હતી.  
પોલીસની આ કામગીરીના પણ મેયરે વખાણ કરતાં કહ્યું હતું કે, આપણે એ ક્યારેય નહીં જાણી શકીએ કે આપણે કેટલા લોકોના જીવ બચાવ્યા છે. જો આ હુમલાખોર ઠાર મરાયો ના હોત તો તે અનેક લોકોના જીવ લઈ શકે તેટલો જ નજીક હતો.  
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો