• Home
  • Dvb
  • Dbv
  • bride and groom seen on plastic drums as situation of flood in bihar

બિહાર પૂર / ડ્રમની હોડીને બનાવવી પડી દૂલ્હનની ડોલી, જીવ હથેળી પર રાખીને કરાઈ વિદાય

Divyabhaskar.com

Jul 16, 2019, 05:19 PM IST

વીડિયો ડેસ્ક- બિહારમાં મૂશળાધાર વરસાદના કારણે અનેક નદીઓમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું હતું. નદીકાંઢે રહેલા અનેક ગામોમાં પૂરની સમસ્યા પણ સર્જાઈ હતી. અનેક પૂર્વીય વિસ્તારોમાં પણ સર્વત્ર પાણી જ પાણી છે. એવામાં ફારબિસગંજનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે લગ્ન બાદ વરકન્યાને વળાવવા માટે જીવલેણ સાબિત થાય તેવી જુગાડુ હોડી બનાવીને નદી ક્રોસ કરાવવામાં આવી હતી. મૂહુર્ત સાચવવા માટે દૂલ્હનના પરિવારને ડ્રમની હોડી બનાવીને બંનેને તેમાં બેસાડીને નદી પાર કરાવવી પડી હતી. ઘરના જ કેટલાક આગેવાનોને આ ડ્રમવાળી હોડીને ધસમસતા પૂર વચ્ચે નાખીને સામે કિનારે લઈ જવા માટે મજબૂર બનવું પડ્યું હતું. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે આ જુગાડુ હોડીમાં વરકન્યાને બેસાડીને કેટલાક લોકોએ તેને ચારેબાજુથી પકડીને નદી પાર કરવાની દિશામાં પ્રયાણ કર્યું હતું. આ વીડિયો જોઈને કહી શકાય કે ભારે વરસાદના કારણે બિહારમાં જનજીવનને કેવી ભયાનક અસર થઈ છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી