તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • BJP MLAs Come To The Legislative Assembly With Live Basket Of Locusts, Saying That The State Government Is Making Reports Rather Than Compensating For Losses.

ભાજપના ધારાસભ્ય જીવતાં તીડનો ટોપલો માથે મૂકીને વિધાનસભા પહોંચ્યા, કહ્યુ, રાજ્ય સરકાર નુકસાનનું વળતર આપવાના બદલે રિપોર્ટ જ બનાવે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાન વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે પ્રાંગણમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. બિકાનેરની નોખા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય માથે જીવતાં તીડનો ટોપલો ઉપાડીને આવ્યા હતા. ધારાસભ્ય  બિહારીલાલ બિશ્નોઈ રાજ્ય સરકાર તીડ દ્વારા થયેલા કરોડો રૂપિયાના નુકસાનનું વળતર ખેડૂતો આપવાના બદલે હજુ પણ રિપોર્ટ જ બનાવી રહી હોવાના આક્ષેપ સાથે તીડને પેક કરી વિધાનસભામાં પહોંચ્યા હતા. કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કરીને તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે રાજસ્થાનમાં ત્રાટકેલા તીડ દ્વારા થયેલા નુકસાન અને વળતર પર વિધાનસભામાં ચર્ચા કરવી જોઈએ. તેમજ જો જરૂર પડે તો આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે પણ શક્ય તેટલી મદદ માગવી જોઈએ. તમને જણાવી દઈએ કે તીડના આતંકના કારણે છેલ્લા નવ મહિનામાં 12 જિલ્લાઓમાં 7 લાખ હેક્ટર પાક સફાચટ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો