• Home
  • Dvb
  • Dbv
  • Bhojpur shiv mandir: The Bhojpur Shiva Temple is famous for its big Shivling

શ્રાવણ સ્પેશિયલ / માત્ર એક રાતમાં બનાવ્યું હતું આ પ્રાચીન શિવાલય, ભોજેશ્વર મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે

  • રાયસેન જિલ્લામાં સ્થિત આ મંદિરને ઉત્તર ભારતનું સોમનાથ મંદિર કહેવાય છે.
  • ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ આ મંદિર હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે.
  • આ અધૂરું શિવ મંદિર ભોજેશ્વર મંદિરના નામથી પ્રસિદ્ધ છે.

Divyabhaskar.com

Aug 01, 2019, 04:18 PM IST

વીડિયો ડેસ્ક: પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે અમે તમને એક એવા શિવમંદિરથી રૂબરૂ કરાવીશું જે પ્રસિદ્ધ અને રહસ્યોથી ભરેલું છે. મધ્યપ્રદેશના ભોપાલથી આશરે 32 કિલોમીટર દૂર આવેલા આ મંદિરને ભોજેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. રાયસેન જિલ્લામાં સ્થિત ભોજેશ્વર મંદિર જેને ઉત્તર ભારતનું સોમનાથ મંદિર પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પરમાર વંશના રાજા ભોજે 11મી સદીમાં કરાવ્યું હતું. આ મંદિર સ્થાપત્ય કળાનો પણ એક ઉત્તમ નમૂનો છે.

આ મંદિરની ખાસિયત એ છે કે તેમાં સ્થાપિત શિવલિંગની ઊંચાઈ 18 ફૂટ છે જે વિશ્વના સૌથી ઊંચા શિવલિંગોમાંથી એક છે. આ શિવલિંગનું નિર્માણ પણ માત્ર એક વિશાળ પથ્થરમાંથી કરવામાં આવ્યું છે જેના કારણે આવી ખાસિયતવાળું પણ વિશ્વનું એકમાત્ર શિવલિંગ છે. આ શિવમંદિરનું નિર્માણ પણ અધૂરુ હોવાનું કારણ એ પણ છે કે આ મંદિરને માત્ર એક જ રાતમાં બનાવવામાં આવ્યું હતું. જો કે, સવાર થઈ જવાથી તેની છતનું કામ પૂર્ણ થઈ શક્યું નહોતું. આ અધૂરી રહી ગયેલી છત પણ 40 ફૂટની ઊંચાઈવાળા ચાર સ્તંભ પર ટકેલી છે. દેશવિદેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી