Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3629

પાણીમાં ડૂબતા યુવકને બચાવવા મદનિયાએ દોટ મૂકી, સૂંઢમાં રક્ષણ આપતો ઈમોશનલ વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ17 Sep 2019
  •  

સોશિયલ મીડિયામાં જોરશોરથી વાઈરલ થઈ રહેલા આ વીડિયોનો એન્ડ જોઈને અનેક યૂઝર્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા. નદીના કિનારે પાણી પીતા હાથીઓના ટોળાની નજર પાણીમાં તણાઈને જતા એક વ્યક્તિ પર પડે છે. ડૂબતાં બચવા માટે વલખાં મારતા યુવકની દયનીય દશા જોઈને તરત જ એક મદનિયું પણ પાણીમાં ઝંપલાવે છે. હાથીનું બચ્ચું પણ તેને તણાતાં બચાવવા માટે પાણીમાં આગળ ને આગળ વધે જાય છે. તણાતા તણાતા કિનારે જઈ પહોંચેલા યુવક પાસે જઈને મદનિયું તેને સૂંઢમાં લીધા બાદ તરત જ તેના પગની પાસે સલામત રીતે આશરો આપી દે છે. જે પણ યૂઝર્સે આ વીડિયો જોયો હતો તેમણે મદનિયાની સમજદારીના વખાણ કર્યા હતા. ટિ્વટર પર અપલોડ થયેલો આ ઈમોશનલ વીડિયો જોત જોતામાં જ લાખો યૂઝર્સે જોયો હતો. માત્ર ત્રણ જ દિવસની અંદર આ વીડિયોને 6.5 મિલિયન વ્યૂઝ, પાંચ લાખથી વધૂ લાઈક્સ અને સાથે જ એક લાખ કરતાં પણ વધુ લોકોએ રીટ્વીટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે માણસ અને પ્રાણી વચ્ચેના આ સ્ટ્રોન્ગ ઈમોશનલ એટેચમેન્ટનો વીડિયો 2016નો છે, વીડિયોમાં જોવા મળતા મદનિયાનું નામ ખામ લ્હા છે. સાથે જ જે વ્યક્તિ તણાયો હતો તે તેનો કેરટેકર થોમસન હતો. જેને બચાવવા માટે જ મદનિયું પાણીમાં કૂદી પડ્યું હતું.

x
રદ કરો

કલમ

TOP