રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા / આપણા કેન્દ્રમાં પરમાત્મા અને પરિઘમાં સંસાર હોવો જોઇએ

article by vijayshhankar mehta

Divyabhaskar.com

Dec 13, 2019, 05:09 PM IST
રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા
રાવણ સાથેનું યુદ્ધ લગભગ નક્કી જ થઇ ગયું હતું. વાનરસેનાતી સાથે ભગવાન શ્રીરામે સુબેલ પર્વત પર પડાવ નાખ્યો નાખ્યો હતો. એ જ ‌વખતે તેમનું ધ્યાન આકાશમાં ઊગેલા ચંદ્ર પર પડ્યું. ભગવાને બધાને સવાલ કર્યો, ‘આ ચંદ્રમાં કાળો ડાઘ કેમ છે?’
અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જેમના મનમાં કંઇક ચાલી રહ્યું છે એ પ્રમાણે જ એની મતિ કામ કરવા લાગે છે. સુગ્રીવ રાજા હતા. તેમણે સૌથી પહેલા જવાબ આપ્યો, ‘ચંદ્રમાં જે કાળો ડાઘ દેખાય છે એ પૃથ્વીનો પડછાયો છે.’ વાલીએ સુગ્રીવનું રાજ્ય પચાવી પાડ્યું હતું એટલે તેમના મનમાં પૃથ્વીનો ટુકડો ફરી રહ્યો હતો. એટલે તેને ચંદ્રમાં પૃથ્વીનો પડછાયો દેખાયો.વિભીષણે કહ્યું, ‘એકવાર રાહુએ ચંદ્રને ગ્રસી લીધો હતો. રાહુના પ્રહારથી ચંદ્રને ઘા વાગ્યો. એ ઘાની નિશાની રૂપે કાળો ડાઘ દેખાય છે.’ તમે જુઓ કે વિભીષણ ભાઇ રાવણની લાત ખાઇને આવ્યો હતો એટલે તેને ચંદ્રના કાળા ડાઘમાં ઘાની નિશાની જ દેખાઇ. અંગદે કહ્યું, ‘બ્રહ્માજીને જ્યારે કામદેવની પત્ની રતિનું મુખ બનાવવાનું હતું ત્યારે તેની સુંદરતા વધારવા માટે તેમણે ચંદ્રમાંથી થોડો ભાગ કાઢીને રતિના મોં પર લગાવી દીધો.’ અંગદનો અધિકાર ઝૂંટવાઇ ગયો હતો. એટલે અંગદને થયું કે મારો ભાગ છીનવીને બીજાને આપી દેવાયો છે. એટલે તેણે આ દલીલ કરી. પછી બધાએ કહ્યું, ‘હે પ્રભુ! તમે આ વિશે શું કહો છો એ જણાવો.’ ત્યારે ભગવાના શ્રીરામ જવાબ આપે ચે, ‘ ચંદ્રએ વિષ પીધું અને તેનાં કિરણો વિરહમાં ડૂબેલા નર-નારીઓને દઝાડી રહ્યા છે. તેનામાં આ કાળાશ એ ઝેરી કિરણોની છે.’ ભગવાન રામ સીતાના વિરહમાં ડૂબેલા હતા. એટલે સીધી વિરહની વાત કરી. એ વખતે તેમની નજર હનુમાનજી પર પડી. તેમણે હનુમાનજીને કહ્યું, ‘અમે બધાએ અમારો અભિપ્રાય જણાવી દીધો, હવે હનુમાનજી, તમે કંઇક કહો.’ હનુમાનજીએ કહ્યું, ‘ભગવાન હકીકત તો એ છે કે આ ચંદ્ર તમારો દાસ છે. તેના હૃદયમાં તમારી છબિ અંકિત થયેલી છે. આ કાળો ડાઘ એટલા માટે છે.’ હનુમાનજીના મનમાં સદાય રામની છબિ વસેલી છે. એટલે તેમણે ચંદ્રના કાળા ડાઘને રામજીની છબિ કહ્યો.
પોતાના જવાબથી હનુમાનજીએ સ્પષ્ટ કરી દીધું કે તમારા કેન્દ્રમાં શું છે. એના આધારે તમારી હાર-જીત નક્કી થાય છે. તેમના કેન્દ્રમાં, તેમના હૃદયમાં હંમેશાં ભગવાન રામ વસેલા રહે છે. અને આ જ તેમની સફળતાનું રહસ્ય છે. આપણે બધા આનાથી વિપરીત કરીએ છીએ. કેન્દ્રમાં સંસારને રાખીએ છીએ અને પરિઘમાં પરમાત્માને રાખીએ છીએ. એટલા માટે સફળતાથી દૂર રહીએ છીએ અથવા તો સફળ થયા પછી પણ અશાંત રહીએ છીએ.
સાર: જેમના મનમાં કંઇક ચાલી રહ્યું છે એ પ્રમાણે જ એની મતિ કામ કરવા લાગે છે, પરંતુ આપણે પૂરેપૂરી ધીરજ, વિવેકથી તથ્યોને પકડી રાખવા જોઇએ.
X
article by vijayshhankar mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી