રામાય કથા- પં. વિજયશંકર મહેતા / ગુરુ ઇશ્વરના સાક્ષાત્કારનું માધ્યમ છે

article by vijayshanker mehta

Divyabhaskar.com

Dec 02, 2019, 02:47 PM IST
વાનરસેનાની આકરી મહેનત અને ભગવાન શ્રીરામની અપાર કૃપાને લીધે જોતજોતમાં સેતુ બની ગયો. સેતુ બની ગયા પછી જોયું તો તે નાનો હતો અને સેનાના સભ્યોની સંખ્યા વધારે હતી. આવા સંજોગોમાં સેનાની ટૂકડીઓ જો વારાફરતી જાય તો સેનાને લંકા પહોંચવામાં વાર બહુ લાગે. ફરી પાછી એક નવી સમસ્યા ઊભી થઇ.
એટલે પહેલા ભગવાન શ્રીરામ સેતુ પર ગયા. ત્યાં તેમણે જોયું કે બધા દરિયાઇ જીવજંતુઓ તેમના ચરણોનો સ્પર્શ કરીને એક જગ્યાએ ભેગા થઇ ગયા હતા. ભગ‌વાનને થયું કે આ પણ બાંધ્યા વગરનો પુલ તૈયાર થઇ ગયો. તેઓ મનોમન હસ્યા અને ઉપર જોઇને પરમશક્તિનો આભાર માન્યો. રામજીએ સેનાને કહ્યું, ‘તમે જરા પણ ચિંતા ન કરો. હવે આપણી પાસે દરિયો પાર કરવા માટે બે સેતુ છે. તમે લોકોએ મહેનતથી બનાવ્યો તે પરિશ્રમનો સેતુ છે અને જળચરોથી બનેલો સેતુ મારી કૃપાનો સેતુ છે. હવે આ બંને સેતુના આધારે આપણે સહેલાઇથી દરિયાની સામે પાર જઇ શકીશું.’
જુઓ, માણસ બે રીતે ભવસાગર પાર કરી શકે છે. એક તો પોતાના પરિશ્રમના સેતુથી અને બીજો ઇશ્વરની કૃપાના સેતુથી. ફક્ત પરિશ્રમથી કોઇ સંપૂર્ણપણે પાર ઊતરી શકતું નથી. ભવસાગર પાર કરવા માટે આપણા પુરુષાર્થની સાથે સાથે પરમાત્માની કૃપાની પણ જરૂર પડે છે. સેતુ બની ગયો અને રામજીએ તેના પર પગ મૂક્યો. તેમનાથી થોડે દૂર ઊભેલા ભાઇ લક્ષ્મણને કહ્યું, ‘જો ભાઇ, કેવો સરસ સેતુ બનાવ્યો છે! સેતુનો અર્થ થાય છે કે કોઇની સાથે જોડાવું. આપણે કોઇની સાથે જોડાવા માગતા હોઇએ એક સેતુ જોઇએ. પછી એ સેતુ વિચારોનો હોય, કામનો હોય, સંબંધોનો હોય, મનનો હોય કે શરીરનો હોય... પણ સેતુ એકબીજાને જોડવાનું જ કામ કરે છે. જીવનમાં કોની સાથે જોડાવું એ તમારે નક્કી કરવાનું છે.’
યાદ રાખો જ્યારે પણ જોડાવ તો શ્રેષ્ઠ અને સારા લોકો સાથે જોડાવ. કોઇનો સંગ કરવો હોય, મિત્ર બનાવવો હોય, સંબંધ રાખવો હોય તો કોની સાથે રાખવો? એ બાબતે ખાસ ધ્યાન રાખવું. સંગ, મિત્રતા, સંબંધ સદાય સદાચારી લોકો સાથે જ રાખો.
દુન્યવી સંબંધો ઉપરાંત કોઇની સાથે જોડાવું હોય તો ગુરુ સાથે જોડાવ. ગુરુ અને શિષ્યનો સંબંધ ફક્ત ભારતમાં જ જોવા મળે છે. આ સંબંધની ગરિમા વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. જીવનમાં એવી અનેક સમસ્યાઓ અને પરિસ્થિતિઓ સર્જાય છે કે જેમાં ભગવાન સુધી પહોંચવા માટે ગુરુ એક માધ્યમનું કામ કરે છે. ગુરુ તમારા અને પરમાત્મા વચ્ચેનો એક સેતુ છે. ગુરુનો એક હાથ ભગવાન સુધી અને બીજો તમારા સુધી પહોંચે છે. કોઇ પણ સફળતાના માર્ગે તમે સીધેસીધી છલાંગ મારી શકતા નથી. આના માટે કોઇ એક માધ્યમની જરૂર પડે છે અને અહીં સૌથી સારું માધ્યમ ગુરુ બની શકે છે. આના માટે જીવનમાં કોઇ ને કોઇ ગુરુ ચોક્કસ બનાવો. તે તમને અને તમારા જીવનને ગેરમાર્ગે જતાં અટકાવશે.
સાર: ફક્ત પરિશ્રમથી કોઇ સંપૂર્ણપણે પાર ઊતરી શકતું નથી. ભવસાગર પાર કરવા માટે આપણા પુરુષાર્થની સાથે સાથે પરમાત્માની કૃપાની પણ જરૂર પડે છે. Á
X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી