અંદાઝે બયાં- સંજય છેલ / લૌટ કે આઓ સ્વામીજી... ભગવાનની ભાગંભાગ!

article by sanjay chhel

Divyabhaskar.com

Dec 12, 2019, 04:38 PM IST
અંદાઝે બયાં- સંજય છેલ
ટાઇટલ્સ
અરીસાની શોધ કરનારો માણસ સાચો નાસ્તિક હશે.
- છેલવાણી
કહે છે શોધવાથી ભગવાન રામ મળી શકે છે, પણ અણીના ટાંકણે રિક્ષાય નથી મળતી! ખોજવાથી પ્રભુને પામી શકાય છે, વખત આવ્યે રોડ પર પાર્કિંગ સ્પેસ નથી મળતી! શોધવાથી કૃષ્ણકનૈયો મળી શકે છે, પણ આપણા ઘરના બાલગોપાલે ટીવીનું રિમોટ છુપાવ્યું હોય તો એ ય નથી મળતું. ખોજવાથી અલ્લાહ મળી શકે છે, અમદાવાદ-મુંબઇની ટ્રેનની ટિકિટમાં રિઝર્વેશન નથી મળતું. દિલથી શોધવાથી દ્વારકાધીશ મળી શકે, પણ એક દયાળુ દરજી નથી મળતો, જે સમયસર કપડાં સીવી આપે.
સાચી શ્રદ્ધા સાથે શોધવાથી પરમાત્મા જરૂર મળી શકે છે, પણ એમના અવતાર હોવાનો દાવો કરનાર સંતો-બાવા-બાપુઓ એકવાર ભાગી જાય તો પાછા નથી મળતા! હમણાં ગુજરાતના એક આશ્રમમાંથી કુખ્યાત સંત નિત્યાનંદ ફરાર છે, જેના પર અનેક કાંડ-કૌભાંડના આરોપ છે, જેણે બાળકો અને બાળકીઓને ફસાવ્યાં છે. સાંભળ્યું છે એ અબજોપતિ સ્વામી નિત્યાનંદ રાતોરાત દેશ છોડીને ભાગી ગયા છે અને ‘કૈલાસા’ નામનો પોતાનો જ એક નવો જ દેશ ક્યાંક કોઇ ટાપુ પર સ્થાપી દીધો છે! એ દેશની પોતાની સરકાર છે, સ્કૂલો છે, પાસપોર્ટ છે ને ઝંડો પણ છે! એમણે યુનોમાં આ ‘પ્રબુદ્ધ દેશ’ને માન્યતા આપવા માટે અરજી પણ કરી છે! આ સ્વામી નિત્યાનંદે અગાઉ પણ અનેક કારનામાં કરેલાં અને એક સવારે એમણે ઊગતા સૂરજને રોકી દીધેલો એવો દાવો પણ કરેલો! આજે એમણે આમ ભાગી જઇને આપણી આખી સિસ્ટમને રોકી દેખાડી છે! આપણી સરકારો 2019માં અહીંયાં ગુજરાતમાં આશ્રમ ચલાવતા સ્વામી નિત્યાનંદને કે પછી 2014માં હરિયાણાના હિસ્સારમાં છુપાઇ બેઠેલા સંત રામપાલને મહિનાઓ સુધી શોધી શકતી નથી! છતાંયે સરકારની નજર છેક સ્વિસ બેંકમાંનાં કાળાં નાણાં અને દરિયાપારના દાઉદ પર નજર છે! આને કહેવાય‘નિશાન ચૂક માફ, માફ નહીં નીચું નિશાન!’
સ્વામી નિત્યાનંદ કે સંત રામપાલ કે બાબા રામ રહીમ જેવાઓ સાથે વિદ્વાન ચિંતક ઓશોની કોઇ રીતે તુલના ન જ થાય, પણ નિત્યાનંદ પાસે પણ ઓશોની જેમ વિદેશી ભક્તો છે, યુવાન ચેલકીઓ અને કરોડોનું ફંડિંગ અને લક્ઝુરિયસ આશ્રમો છે. ઓશો રજનીશે અમેરિકાના ઓરેગોનમાં વિશાળ આશ્રમ ખોલેલો અને પછી ત્યાંથી એમણે પણ વિવાદાસ્પદ સંજોગોમાં એક દેશથી બીજા દેશમાં દિવસો સુધી સતત ભાગવું પડેલું ત્યારે વ્યંગકાર શરદ જોશીએ લેખ લખેલો:‘ભગવાન કે બુરે દિન!’ શરદ જોશી ઓશો રજનીશના સમકાલીન હતા અને જબલપુર-સાગરમાં રજનીશના શરૂઆતના પ્રોફેસરગીરીના દિવસોથી ઓળખતા હતા. તો શરદ જોશીએ એમના એક સમયના મિત્રે લખેલું કે, ‘સાલોં પહલે એક ગાના સુનાઈ દેતા થા, ‘જાઓ, જાઓ બડે઼ ભગવાન બને, ઇન્સાન બનો તો જાને’. ઇસ ગીત મેં ખૈર ગનીમત હૈ કિ ભગવાન સે ઇન્સાન બનાને કે લિએ બડી અદા સે નિવેદન કિયા ગયા હૈ, મગર આજકલ રજનીશ કે સાથ જો ગુજર રહી હૈ કિ ઉસે ભગવાન સે જબરન ઇન્સાન બનાયા જા રહા હૈ. જબ સે પુણ્યનગરી પૂણે સે ભગવાન ભાગે હૈં, ઉનકે બુરે દિન ચલ રહે હૈં. રજનીશ કે આસપાસ તબ સારે ઠાઠ ઔર ઐશ થે. તબ ઉન મેં મઠ બનાને કા ચસ્કા નહીં લગા થા. પર જબ ચન્દા બઢ઼ને લગતા હૈ, તો ઉસે ધંધે સે લગાના પડ઼તા હૈ. પ્રચાર, પ્રકાશન, કૈસેટ, રિકાર્ડ આદિ કા કામ બઢ઼ા. આશ્રમ કા બીજ પનપને લગા. ભગવાન મંદિર મેં ઘૂસને કી સોચને લગા રજનીશ, પૂણે સે કિસ તરહ ભાગે થે, સબ જાનતે હૈં. ઇસ બાર ફિર વે અમરિકા સે ભાગ રહે થે કિ પકડ઼ે ગએ. હથકડી ડલી. વે ભગવાન બનને કે ચક્કર મેં હૈં, લોગ ઉન્હેં ઇન્સાન બનાને પર તુલે હૈ. ક્યા ટ્રેજડી હૈ. રોલ્સરાયસ ઔર જેટ કે સહારે યહાં-વહાં દેશ ઉછલતા ફિરતા હૈ. અજીબ ભગવાન સે પાલા પડા હૈ ઇસ દુનિયા કા,
સંભોગસે હથકડી તક.’
ઇન્ટરવલ
સંસાર સે ભાગે ફિરતે હો,
ભગવાન કો તુમ ક્યા પાઓગે? - સાહિર
લાગે છે કે આપણા અાધ્યાત્મિક દેશમાં ભગવાનને શોધવા સહેલા છે, પણ ભગવાન સુધી પહોંચાડનાર સંતને પકડવા અધરા છે. કદાચ આને જ કળિયુગનો કમાલ કહેવાય. એક જમાનામાં સાધુસંતો એમ કહેતા કે પૈસાથી, મોહમાયાથી દૂર રહેવું, સંતાનો-બાળકોની માયાથી દૂર રહેવું, પણ આજે સંતો સરકારમાં બેઠા છે, એમના કરોડોના આશ્રમો કન્યાઓ અને નાની વયનાં બાળકોથી પણ છલોછલ છે! વળી, કોઇ ધર્મ કે પંથ આ બધામાંથી બાકાત નથી. છાશવારે મદરેસાના મૌલવીઓના કિસ્સાઓ બહાર આવે છે! હમણાં કેરાલામાં એક ખ્રિસ્તી સાધ્વી લ્યુસીએ ચર્ચમાં ચાલતા દુરાચાર પર ‘ઇન ધ નેમ ઓફ ક્રાઇસ્ટ ‘ કિતાબ લખી છે!
આધ્યાત્મિક લોકો, ભજનિકો કે સાચા સંતો સતત ખોજવાની, શોધવાની વાત પર ભાર આપે છે. ભીતરને શોધો, સત્યનો માર્ગ શોધો, મોક્ષનો રસ્તો શોધો. આમ, 24 કલાક શોધો-શોધો-શોધો કહીને આપણને બિઝી રાખે છે. હવે અમારા જેવા અબૂધ-અજ્ઞાની-કુટિલ-ખલુ-કામીને એ સમજાતું નથી કે જો ઇશ્વર બધે હોય તો ખોજવાનું કેમ? વળી, જો એક સંત સુધી પહોંચવું આટલું કઠિન હોય તો આખેઆખા પ્રભુ પાસે પહોંચવામાં કેટલી વાટ લાગતી હશે? આપણું કામ નહીં.
પણ 89માં અમેરિકાથી ભાગેલા અને દેશવિદેશ શરણું શોધતા રજનીશ માટે શરદ જોશીએ બહુ કમાલનો કટાક્ષ કરેલો : ‘લૌટકર રજનીશ ઘર કો આયે’: ભગવાન રજનીશ, ઇસ પિછડે, પાપી, મહાત્મા ગાંધી કો સમ્માન કરને વાલે ભારત મેં આ ગએ, જિસને વર્ષો પહલે ઉન્હેં જન્મ દેને કી ભૂલ કી થી.ખુદ ઉનકે શબ્દો મેં નબ્બે હજાર વર્ષ પુરાની ભારતીય સભ્યતા કે સમાપ્ત હોને, મર જાને કી કલ્પના ઔર આશા કરતે રહેં. જિસકે લિયે ઉન્હોંને કુછ હી દિન પહલે કહા થા કિ મેં ભારત નહીં લૌટૂંગા. જબ તક પ્રેસિડેન્ટ જૈલસિંહ મુઝસે ખુદ યહાં આકર નિવેદન નહીં કરતે, મૈં ભારત નહીં લૌટૂંગા. વે તો નહીં આએ, પર વિદેશ કી એક જેલ કે આતંક ને ઉન્હેં અપની જન્મભૂમિ બિના ધન્યવાદ વાપિસ કર દિયા. આ ગએ લૌટકર ઇસ સડી ગલી સભ્યતા ઔર ઘટિયા રાજનેતાઓં વાલે દેશ મેં, જિસે વે કોસતે નહીં થકતે થે. અબ વે ભારત મેં હી રહેંગે. વે યહીં રહ સકતે હૈં, ક્યોંકિ યહી દેશ હૈ, જો ઉન જૈસે બહુતોં કો સહન કરને કી શક્તિ રખતા હૈ. નાગા સાધુઓ સે લેકર જ્યાદા કપડોં સે ઢઁકે પાંખડિયોં તક સબ એક સાથ યહાં રહ સકતે હૈં! બિગડે, ભટકે બેટે, જબ અમ્મા બાપ કી ગોદ મેં લૌટતે હૈં, ઉનકા લાડ જ્યાદા હોતા હૈ!
ખરેખર તો આશ્રમો ખોલનારા અને પછી ભાગી જનારા બાવા બાપુઓ માટે એક જ ઉપાય છે કે એ બધા માટે સ્પે. કાનૂન બનાવો. સંતોને-બાબાઓને-ઇમામોને ખૂબ ફૂલવા-ફાલવા દ્યો. આખા દેશને એક વિરાટ આશ્રમમાં પલટી નાખો. પછી જુઓ મજા! પછી કદાચ ખુદ ભગવાન પણ આવી પહોંચશે ને કહેશે: ‘મને માફ કરો, હવેથી હું મારા સાચા ભક્તોથી નહીં છુપાઉં, પણ એકવાર આ સંતને પકડી લાવો!’
એન્ડ ટાઇટલ્સ
ઇવ: તું ગુરુનો આદર કરે છે?
આદમ: હા, ગુરુવારે જો રજા હોય તો...
[email protected]
X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી