રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા / સ્ત્રીશક્તિનું સન્માન ન કરવું એ આસુરીવૃત્તિ છે

article by pundit vijay shankar mehta

Divyabhaskar.com

Dec 26, 2019, 04:32 PM IST
રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા
રાવણનું અભિમાન અત્યંત વધી ગયું હતું. પત્ની મંદોદરી એને સમજાવવા આવી ત્યારે એણે પત્નીને ઉતારી પાડી અને સમગ્ર સ્ત્રીજાતિ પર આક્ષેપ કર્યો. તેણે કહ્યું, ‘કોઇ કવિ કહે છે કે દરેક સ્ત્રીમાં આઠ અવગુણ રહેલા છે અને આ બધાં જ તારામાં પણ છે. યુદ્ધની નોબત વાગે છે અને તું મને પાનો ચડાવવાને બદલે પાછો પાડે છે?’ ચાલો, રાવણ સ્ત્રીના કયા આઠ અવગુણ વિશે કહે છે એ જાણીએ.
સ્ત્રીઓના આઠ અવગુણો વિશે રાવણ કહે છે, ‘તમે સ્ત્રીઓ ભારે આંધળુકિયાં કરો છો. જૂઠું બોલો છો. બહુ ચંચળ હો છો. માયામાં ડૂબેલી રહો છો. દગો આપો છો. બીકણ અને અવિવેકી હો છો. અશુદ્ધ ચિત્ત ધરાવો છો અને ભારે ક્રૂર હો છો.’
જીવનમમાં એક બાબત હંમેશાં યાદ રાખો કે જ્યારે માણસ માતૃશક્તિનું આવી રીતે અપમાન કરે ત્યારે માનવું કે તેની અંદર રાવણ જીવતો થયો છે. એટલા માટે સ્ત્રીશક્તિનું સન્માન કરવું અને તેની યોગ્ય શિખામણ માનવી જોઇએ. જો આવી આદત ન હોય તો કેળવવી.
ભગવાન શ્રીરામ દુશ્મનને પણ સુધરવાની વારંવાર તક આપે છે. તેમને ફરી મનમાં એવો વિચાર આવે છે કે યુદ્ધ કરતાં પહેલાં રાવણને વધુ એક વાર સમજાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. સુગ્રીવ, હનુમાન વગેરે સેનાપતિઓને બોલાવીને કહે છે, ‘મને લાગે છે કે યુદ્ધ કરતાં પહેલાં રાવણને વધુ એક વાર તક આપવી જોઇએ.’ લક્ષ્મણે રામના આ પ્રસ્તાવનો પૂરેપૂરો વિરોધ કર્યો. પરંતુ રામ એને શાંત પાડે છે અને એવું નક્કી કરવામાં આવે છે કે કોઇને લંકામાં મોકલીને રાવણને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે. હવે સવાલ એવો ઊભો થયો કે આ વખતે કોને મોકલવા? હનુમાનજી એક વાર જઇ આવ્યા હતા. ભગવાને હનુમાન સામે જોયું અને હનુમાનજીએ ભગવાની સામે. પરસ્પર સમજદારીથી બીજું દૃશ્ય નક્કી થઇ ગયું.
આ મેનેજમેન્ટ ફંડા છે કે કોઇ પણ વ્યવસ્થામાં બીજી હરોળ તૈયાર રાખવી જોઇએ. ઘણા લોકો બીજી હરોળ ઊભી કરવામાં વાર લગાડે છે અને ભૂલ કરી બેસે છે. હનુમાનજી એ બાબતે પહેલેથી સજાગ હતા. તેઓ પણ એવું ઇચ્છતા હતા તે તેમની પછીની પેઢી તૈયાર રહે.
અંગદ નવી પેઢીનો આશાસ્પદ યુવાન હતો. ઉત્સાહથી ભરપૂર હતો. હનુમાનજીનો પ્રસ્તાવ ભગવાન શ્રીરામ સહિત બાકી બધાએ વધાવી લીધો અને અંગદને દૂત રૂપે મોકલવા માટે તૈયાર કર્યો. ઉત્સાહથી ભરપૂર અંગદે જવા માટે પગ ઉપાડ્યો ત્યારે ભગવાને તેને રોક્યો અને પાસે બોલાવીને કહ્યું, ‘અંગદ. તું દૂત બનીને જાય છે પણ એક વાત ધ્યાનમાં રાખજે, રાવણ સાથે એવી રીતે સંવાદ સાધજે કે આપણું કામ થઇ જાય અને તેનું હિત પમ જ‌ળવાય.’ મતલબ સ્પષ્ટ હતો કે રામજી એવું ઇચ્છતા હતા રાવણ સીતાને પાછી આપી દે તો એ યુદ્ધ કર્યા વગર પાછા ફરી જાય. આ જ શ્રીરામનો ઉમદા હેતુ છે. તેમની પ્રીતિ ભક્તો પ્રત્યે હંમેશાં જળવાઇ રહે છે.
સાર: જીવનમાં એક બાબત હંમેશાં યાદ રાખો કે જ્યારે માણસ માતૃશક્તિનું અપમાન કરે ત્યારે માનવું કે તેની અંદર રાવણ જીવતો થયો છે. તેથી સ્ત્રીશક્તિનું સન્માન કરવું જોઇએ.
X
article by pundit vijay shankar mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી