રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા / રામ એટલે શત્રુઓને પણ ચેતવી દે

article by pundit vijay shankar mehta

Divyabhaskar.com

Dec 20, 2019, 09:48 AM IST
રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા
પસુબેલ ્રસંગ (ચંદ્ર પર કાળો ડાઘ શા માટે?) પૂરો થઇ ગયા પછી ભગવાને જોયું કે લંકામાં વિચિત્ર પ્રકાશ દેખાતો હતો, નગારાનો અવાજ આવતો હતો. એટલે એમણે વિભીષણને પૂછ્યું. ત્યારે વિભીષણે જણાવ્યું કે રાવણ દરબારમાં ભોગમાં ડૂબેલો છે અને નૃત્ય જોઇ રહ્યો છે. આ પ્રકાશ મંદોદરીનાં કુંડળનો છે. ભગવાનને ભારે નવાઇ લાગી. યુદ્ધના રૂપે આફત માથે આવી પડી હોય ત્યારે રાવણ ભોગવિલાસમાં રાચે છે!? યુદ્ધના આરંભ પહેલાનો ભોગવિલાસ! આ તે કેવી નીતિ છે? યુદ્ધ જેવું મહાઅભિયાન તો કેટલી સજાગતા માગે અને રાવણ તો મદિરામાં ડૂબેલો છે!? જુઓ, એક વિશ્વવિજેતા સતત ભૂલો કરતો હતો અને એટલા માટે એ ટોચ પર પહોંચીને નીચે પછડાયો હતો. રાવણ જેવી વૃત્તિના લોકોની હાલત આવી જ જ થાય છે. રામસેના લંકા સુધી પહોંચી ગઇ હતી અને રાવણ ભોગવિલાસમાં રાચતો હતો! ભગવાનને થયું કે રાવણમાં ભારે અભિમાન જાગ્યું છે, છતાં એક વાર એને સાવચેત કરી દેવો જોઇએ. હસતા હસતા એમણે ધનુષ-બાણ ઉઠાવ્યું, તીર તાક્યું અને છોડ્યું. તીર સીધું મંદોદરીનાં કાને વાગ્યું. તેના ચમકતાં કુંડળ નીચે પડી ગયાં.
મંદોદરીનાં કુંડળ પડ્યાં પછી રામજીનો ઉદ્દેશ રાવણના અભિમાનને ઓગાળી નાખવાનો હતો. લંકામાં ઊતર્યા પછી પહેલું તીર છોડીને તેમણે તેના અભિમાન પાડી દીધું હતું. પળવાર માટે તો રાવણ પણ વિચારમાં પડી ગયો. કોઇ અનર્થ થવાના અંદેશાથી તેણ સભા વિખેરી નાખી. ભગવાન રામનો ઉમદા આશય જુઓ! તેઓ શત્રુઓને પણ ચેતવે છે સજાગ થઇ જાવ અને યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દો. ભોગવિલાસમાં રચ્યાપચ્યા રહેશો તો તમે પોતાની જાતને મોટું નુકસાન પહોંચાડશો.
મંદોદરી પાંચ પ્રાત: સ્મરણીય સતીઓમાંની એક હતી. આપણાં શાસ્ત્રોમાં કુંતી, દ્રૌપદી, અહલ્યા, તારા અને મંદોદરી. આ પાંચ સતીઓને પ્રાત:સ્મરણીય માનવામાં આવે છે. એના વિચાર અને જીવનશૈલીની શુદ્ધતાને ધ્યાનમાં રાખીને ભગવાને એમને સતી તરીકે સ્વીકૃતિ આપી છે. આમ તો અગાઉ અનેકવાર મંદોદરીએ રાવણને સમજાવ્યો હતો અને વિનંતીપૂર્વક આજીજી કરી હતી કે મારી સલાહ માનો અને સીતાને છોડી દો. રાવણને સમજાવતી વખતે મંદોદરીની આંખોમાંથી આંસુ વહેતાં હતાં અને વારંવાર કાકલૂદી કરે છે, ‘તમે રામજી પાસે જાવ. હું જાણું છું કે એક વાર તેમની સામે જશો તો તે તમારા પર પ્રહાર નહીં કરે અને તમને માફ કરી દેશે.’ પણ રાવણ તો ભારે દુષ્ટ હતો. તેના અભિમાનની આગળ પત્ની, ભાઇ, સગાસંબંધી બધા વામણાં હતાં અને આ અભિમાને જ તેને પતનની ખાઇ સુધી પહોંચાડી દીધો.
સાર: આપણાં શાસ્ત્રોમાં કુંતી, દ્રૌપદી, અહલ્યા, તારા અને મંદોદરી. આ પાંચ સતીઓને પ્રાત:સ્મરણીય માનવામાં આવે છે. એની જીવનશૈલીની શુદ્ધતાને ધ્યાનમાં રાખીને ભગવાને એમને સતી તરીકે સ્વીકૃતિ આપી છે.
X
article by pundit vijay shankar mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી