સ્પોર્ટ્સ- નીરવ પંચાલ / સમર ઓલિમ્પિક્સ માટે ભારતીય ટીમો સક્ષમ છે

article by niravpanchal

Divyabhaskar.com

Dec 02, 2019, 12:35 PM IST
સ્પોર્ટ્સ- નીરવ પંચાલ
2020 ટોક્યો સમર ઓલિમ્પિક્સ માટેના હોકી ક્વોલિફાયર ગયા અઠવાડિયે પૂરા થયા અને ભારતીય મેન્સ અને વિમેન્સ હોકી ટીમે સફળતાપૂર્વક ક્વોલિફાય કરી લીધું છે. બંને ટીમમાંથી મેન્સ ટીમનું ક્વોલિફિકેશન વિમેન્સ ટીમની સરખામણીએ આસાન રહ્યું હતું. વિમેન્સ ટીમે ક્વોલિફિકેશન માટે યુએસએ સામે 5-1થી જીત મેળવીને પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય મેન્સ હોકી ટીમે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, ત્યારબાદ એક પણ વાર મેડલ જીત્યો નથી. જ્યારે વિમેન્સ ટીમે સમર ઓલિમ્પિક્સમાં હજુ એક પણ વાર મેડલ જીત્યો નથી. બંને ટીમની નજર ઓલિમ્પિકમાં મેડલ જીતવા પર હશે.
ટોક્યો ઓલિમ્પિક્સના ગ્રૂપ રિયો ઓલિમ્પિક્સમાં અજમાવેલા સ્નેક ડ્રાફ્ટ સિસ્ટમ પ્રમાણે હાલના રેન્કિંગ પ્રમાણે પડશે.
મેન્સ ટીમ પુલ વિશે:
યુરોપની ધરખમ ટીમ જેમ કે બેલ્જિયમ, જર્મની અને હોલેન્ડ આ ઓલિમ્પિક્સમાં ભારતથી જુદા ગ્રૂપ-Bમાં છે. યુરોપિયન દેશો ફિલ્ડ હોકીમાં બીજા દેશો કરતાં વધુ સારું પરફોર્મ કરે છે માટે ભારત માટે રસ્તો થોડો આસાન રહેશે. ભારતના ગ્રૂપ-Aમાં સૌથી વધુ મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા છે કે જે ભારત પર હાવી થઇ શકે એમ છે. એ સિવાય ન્યૂઝીલેન્ડ અને કેનેડા એવી ટીમ છે કે જેની સામે ભારતનો ઓવરઓલ રેકોર્ડ સારો છે, પરંતુ બંને ટીમો ભારતના ક્વાર્ટર ફાઇનલના રસ્તામાં રુકાવટો પેદા કરવા માટે સક્ષમ છે.
વિમેન્સ ટીમ પુલ વિશે:
ભારતની વિમેન્સ ટીમ (ગ્રૂપ-Aમાં) દક્ષિણ આફ્રિકા સામે આસાનીથી જીતી જશે જ્યારે જર્મની, ગ્રેટ બ્રિટન અને નેધરલેન્ડ સામે સંઘર્ષ કરશે એવું હાલ પૂરતું લાગી રહ્યું છે. જાપાન અને ચીનની હોકી રમવાની સ્ટ્રેટેજી ભારત સાથે મળતી આવે છે માટે તેની સામે જીત મેળવવી મુશ્કેલ નહીં હોય. ભારત સામે એક અઘરો મુકાબલો આયર્લેન્ડ સામે હશે. આયર્લેન્ડ સામે વિમેન્સ ટીમે નજીકના ભૂતકાળમાં સારું પ્રદર્શન કરવા છતાંય હારનો સામનો કરવો પડ્યો હતો.
[email protected]
X
article by niravpanchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી