સ્પોર્ટસ- નીરવ પંચાલ / ટેસ્ટ વર્લ્ડકપ : ટેસ્ટનો વિશ્વવિજેતા કોણ બનશે?

article by niravpacnhal

Divyabhaskar.com

Aug 05, 2019, 06:46 PM IST

સ્પોર્ટસ- નીરવ પંચાલ
વ્હાઈટ બોલના વર્લ્ડકપની પૂર્ણાહુતિ પછી હવે શરૂ થાય છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ. ટેસ્ટ મેચનો વર્લ્ડકપ કે જે 2 વર્ષ સુધી નિરંતર ચાલ્યા કરશે. ટેસ્ટ ક્રિકેટની શરૂઆતથી છેક 2019 સુધી જેટલી પણ ટેસ્ટ મેચ કે સિરીઝ રમાઈ તેમાં સિરીઝ પૂરી થયાનો કોઈ સંદર્ભ નહોતો. એમાંય જ્યારે ચોથી ઇનિંગમાં બેટિંગ કરતી ટીમ વિજય મેળવવા લેવા પડતા રિસ્કને બદલે ટેસ્ટને ડ્રોમાં ખેંચી જતી ત્યારે ટેસ્ટમેચ વધુ કંટાળાજનક બની જતી હોય છે.
પહેલી ઓગસ્ટથી એશીઝ સિરીઝની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થશે અને 30 એપ્રિલ, 2021ના રોજ તેનો અંત આવશે અને એ સાથે વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટમાં કઈ ટીમનું આધિપત્ય સ્થપાશે એ જાણવું અત્યંત રસપ્રદ બનશે. આઈસીસીએ 2009માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને રમાડવાનો આઈડિયા વહેતો કર્યો અને 2013થી અમલમાં મૂકવાનું નક્કી કર્યું, પરંતુ અમુક કારણસર એ 2017 સુધી પાછી ઠેલાઇ, 2017થી 2019 સુધી વળી પાછી ઠેલાઇ અને હવે 2019થી તેનો આરંભ થશે.
આઈસીસીની રેન્કિંગમાં રહેલ ટોપ 9 ટીમ - ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કુલ મળીને 2 વર્ષમાં 27 ટેસ્ટમેચ સિરીઝમાં 71 ટેસ્ટમેચ રમશે. જે બે ટીમના સૌથી વધુ પોઈન્ટ્સ હશે એ ટોપ 2 ટીમ જૂન 2021માં ફાઇનલ મેચ રમશે. તમામ ટીમ 3 હોમ સિરીઝ અને 3 અવે સિરીઝ રમશે. પોઇન્ટ સિસ્ટમમાં હોમ અને અવે સિરીઝની મેચ માટે સરખા પોઈન્ટ્સ છે.
દરેક ટેસ્ટ સિરીઝમાં મહત્તમ 120 પોઈન્ટ્સ મેળવી શકાશે. 120 પોઇન્ટમાંથી એક મેચના પોઇન્ટ કેટલા એ જે તે સિરીઝમાં કુલ મેચ કેટલી છે તેના પરથી નક્કી થશે. બે ટીમના એકસરખા પોઇન્ટ થશે તો ટોપ ટીમની પસંદગી કેવી રીતે થશે એ વિષે આઈસીસીનું ક્લેરિફિકેશન આવવાનું બાકી છે. ઉપરાંત, વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા અનપેક્ષિત સિનારિયો હજુ તાજા હોવાને કારણે એવા સવાલ પણ ઊભા થયા છે કે જો ફાઇનલ ટાઈ થાય તો શું? આઈસીસીનો હાલનો નિર્ણય એવો છે કે રિઝર્વ ડેનું આયોજન રાખવું.
[email protected]

X
article by niravpacnhal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી