સ્પોર્ટ્સ / વર્લ્ડકપમાં ઓપનિંગ બેટ્સમેનનું પરફોર્મન્સ

article by nirav panchal

ટૂર્નામેન્ટમાં  ફેવરિટ મનાતી ભારતીય ટીમ સફળ થવા માટે પોતાના ઓપનિંગ બેટ્સમેન પર ખાસ્સો મદાર રાખે છે

નીરવ પંચાલ

Jun 04, 2019, 02:37 PM IST

ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. આજે આપણે દરેક ટીમના ઓપનિંગ બેટ્સમેન વિશે વાત કરીશું
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે 5 વાર સેન્ચ્યુરી પાર્ટનરશિપ નોંધાવીને 2100 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયા બંને બેટ્સમેન પર સારી શરૂઆત અપાવવા માટે આધાર રાખશે.
સાઉથ આફ્રિકા: ટીમ પાસે હાશિમ આમલા અને ક્વેન્ટિન ડી કોક જેવી બેલેન્સ્ડ જોડી છે. 86 ઇનિંગમાં 10 સેન્ચ્યુરી પાર્ટનરશિપ સાથે 47.18ની એવરેજથી 4014 રન કરનાર ઓપનર્સ માટે ઇંગ્લેન્ડમાં ફેવરેબલ કન્ડિશન મળશે એ કહેવામાં અતિશયોક્તિ નથી.
પાકિસ્તાન: 304 રનના રેકોર્ડ ઓપનિંગ સ્ટેન્ડ ધરાવતા બેટ્સમેન ફખર ઝમાન અને ઇમામ ઉલ હક પાસે ફરી એક વાર મોકો છે કે ફરી એક વાર પાકિસ્તાનને એક સારી શરૂઆત અપાવે.
વેસ્ટ ઇન્ડિઝ: અનુભવ અને યુવા જોશનો સંગમ ધરાવતી વેસ્ટ ઇન્ડિઝ ઓપનિંગ પેર હજુ સુધી વનડેમાં કોઈ કમાલ બતાવી શકી નથી. ક્રિસ ગેઈલ અને એવીન લુઈસે 13 વાર વેસ્ટ ઇન્ડિઝ માટે ઇનિંગ ઓપન કરી છે. બંને હિટર છે.
બાંગ્લાદેશ: જાયન્ટ કિલર ટીમ પાસે બે ડાબોડી ઓપનર્સ તમીમ ઇકબાલ અને સૌમ્ય સરકાર છે. બંને બેટ્સમેને 26 ઇનિંગ્સમાં 4 સેન્ચ્યુરી પાર્ટનરશિપ સાથે 1160 રન કર્યા છે.
ન્યૂઝીલેન્ડ: ન્યૂઝીલેન્ડ પાસે રેગ્યુલર ઓપનર નથી. ગુપ્ટિલ અને નિકોલ્સ ઇનિંગ ઓપન કરશે. બંને પાસે બેટિંગનો બહોળો અનુભવ છે, પણ બંને જણ એકબીજા સાથે વધુ રમ્યા નથી.
ઇંગ્લેન્ડ: સૌથી વધુ ઘાતક ઓપનિંગ જોડી આ વર્ષે ઇંગ્લેન્ડ પાસે છે. 26 ઇનિંગમાં 64ની એવરેજથી 7 સેન્ચ્યુરી પાર્ટનરશિપ નોંધાવીને 1600 રન કરનાર જેસન રોય અને જોની બેરસ્ટો કોઈ પણ બોલરને ફાવવા નહીં દે.
ભારત: ટૂર્નામેન્ટમાં ફેવરિટ મનાતી ભારતીય ટીમ સફળ થવા માટે પોતાના ઓપનિંગ બેટ્સમેન પર ખાસ્સો મદાર રાખે છે. 101 ઇનિંગ્સમાં 45ની એવરેજ અને 15 સેન્ચ્યુરી પાર્ટનરશિપ દ્વારા 4500 રન શિખર અને રોહિતે કર્યા છે.
શ્રીલંકા: વનડે ફોર્મેટમાં શ્રીલંકાનો કપરો કાળ ચાલી રહ્યો છે. શ્રીલંકા માટે કરુણારત્ને અને ફર્નાન્ડો વનડે ફોર્મેટમાં રેગ્યુલર ઓપનર નથી અને હજુ સુધીમાં સ્કોટલેન્ડ સામે એક વાર ઇનિંગ ઓપન કરીને 123 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
અફઘાનિસ્તાન: ઝાઝાઈ અને શેહઝાદ બંને વિસ્ફોટક બેટ્સમેન છે. પાકિસ્તાન સામેની વોર્મઅપ ગેમમાં એમણે પાવર હિટિંગ દ્વારા પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી