સ્પોર્ટ્સ / ટીમની નબળી કડી સર્જી શકે છે મોટો પડકાર

article by nirav panchal

દીમુથ કરુણારત્ને શ્રીલંકાની વનડે ટીમનો કેપ્ટન બન્યો છે. તેની છેલ્લી 17 મેચમાં 15 રનની એવરેજ છે, સ્ટ્રાઇક રેટ 76 છે

નીરવ પંચાલ

May 27, 2019, 07:05 PM IST

ગયા અઠવાડિયે આપણે વર્લ્ડકપમાં રમનારી 10 ટીમમાંથી 4 ટીમની નબળી કડીઓ વિશે વાત કરી. આજે બાકીના 6 દેશોની ઇલેવનમાં રહેલી નબળી કડી વિશે વાત આગળ વધારીએ.
ન્યૂઝીલેન્ડ: ટોમ લેથમના બેકઅપ તરીકે બ્લન્ડેલની પસંદગી કરવામાં આવી છે. ટીમ સૈફર્ટના સારા પ્રદર્શન કરવા છતાંય ટોમ બ્લન્ડેલને તક આપવામાં આવી છે. બ્લન્ડેલ એક વિકેટકીપર બેટ્સમેન છે. બ્લન્ડેલનો લિસ્ટ A ગેમ્સમાં રેકોર્ડ એટલો સારો નથી. તેની ઓછી એવરેજ અને ધીમો સ્ટરાઇક રેટ ન્યૂઝીલેન્ડની ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
વેસ્ટ ઇન્ડિઝ: ફેબિયન એલન લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેનની સાથે એક ડાબોડી સ્પિનર છે કે જે ઈકોનોમિક ઓવર્સ કરી શકે છે. 4 મેચમાં રમવાનો અનુભવ છે, પરંતુ એક પણ વિકેટ લઇ શક્યો નથી. લિસ્ટ એ ગેમ્સમાં 20ની બેટિંગ એવરેજ ધરાવનાર ફેબિયનનો બોલિંગ રેકોર્ડ એટલો સારો નથી. 48ના સ્ટરાઇક રેટ સાથે ફેબિયન એક પણ વાર બેટિંગમાં પોતાનો ચમકારો બતાવી શક્યો નથી. ફેબિયન એલન વિકેટ ટેકિંગ ઓપ્શન બનશે કે કેમ એ સવાલ છે.
અફઘાનિસ્તાન: નૂર અલી ઝાદરાન 10 વર્ષથી અફઘાનિસ્તાન માટે રમે છે. 47 વનડેમાં 1100થી વધુ રન 25ની એવરેજથી કરનાર ઝાદરાનનો બેકઅપ ઓપનર તરીકે સમાવેશ થયો છે. જો અફઘાન ઓપનર્સ નિષ્ફળ જાય તો ઝાદરાનનો 63.00 સ્ટરાઇક રેટ અફઘાનિસ્તાન માટે પ્રોબ્લેમ બની શકે એમ છે.
સાઉથ આફ્રિકા: ઓલરાઉન્ડર પ્રિટોરિયસ 19 વનડેમાં 24 વિકેટ અને 132 રન કરી ચૂક્યો છે. તેની પાસે બોલ મૂવ કરવાની અને લાંબી હિટ્સ મારવાની પૂરતી ક્ષમતા છે. જોકે, ફક્ત 8 ઇનિંગમાં જ બેટિંગની તક મળી હોવાથી તેની પાસે ઇનિંગ બિલ્ડ કરવાનો અનુભવ નથી.
શ્રીલંકા: ટેસ્ટ ક્રિકેટમાં આધારસ્થંભ બનેલ દીમુથ કરુણારત્ને વનડે ટીમનો કેપ્ટન બન્યો છે. તેની છેલ્લી 17 મેચમાં 15 રનની એવરેજ છે અને સ્ટરાઇક રેટ 76.00 છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં જો કરુણારત્ને આ રીતે જ રમશે તો મોટો સ્કોર નહીં બની શકે.
બાંગ્લાદેશ: ટેસ્ટમેચમાં સફળ થયા બાદ અબુ ઝાયેદનુ વનડે ટીમમાં સિલેક્શન થયું છે. તસ્કીન એહમદના બદલે ઝાયેદનું સિલેક્શન થવાના કારણે પરફોર્મન્સ પ્રેશર ખૂબ હશે. અબુ ઝાયેદ પાસે વનડેમાં રમવાનો બિલકુલ અનુભવ નથી ત્યારે વર્લ્ડકપ જેવી મોટી ઇવેન્ટમાં તેના પરફોર્મન્સ પર બધાની નજર હશે.
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી