સ્પોર્ટ્સ- નીરવ પંચાલ / કેપ્ટન ટીમ પેઈનનો નિર્ણય મેચ, પોઈન્ટ્સ અને હવામાનના વર્તારાને આધારિત હતો

article by nirav panchal

Divyabhaskar.com

Dec 09, 2019, 01:21 PM IST
સ્પોર્ટ્સ- નીરવ પંચાલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત યોજાયેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ બંને મેચમાં એક ઇનિંગથી વિજય મેળવીને 120 પોઇન્ટ પોતાને નામે કરી લીધા છે. ડેવિડ વોર્નરે 335* રન કરીને ઓસ્ટ્રેલિયાની એક ઇનિંગમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. આ પહેલાં આ રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે હતો. ઉલ્લેખનીય છે કે 334* કરીને ડોન બ્રેડમેનનો રેકોર્ડ અકબંધ રાખવા અગાઉ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટવ માર્ક ટેલરે ઇનિંગ ડિક્લેર કરી દીધી હતી. વોર્નરના 335 કરવા સાથે ઓસ્ટ્રેલિયન કેપ્ટને ઇનિંગ ડિક્લેર કરી દીધી હતી. એ સમયે એવું લાગતું હતું કે વોર્નર આરામથી 400 રન કરીને લારાનો રેકોર્ડ તોડી શકત. આ નિર્ણયે વિવાદોનો મધપૂડો છંછેડી દીધો છે, કારણ કે વોર્નર ફોર્મમાં હતો.
ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલાંની બાયલેટરલ સિરીઝનું આમ જોતાં કોઈ મહત્ત્વ નહોતું, બેટિંગ ફ્રેન્ડલી પીચ પર બેટ્સમેન 3 દિવસ બેટિંગ કરીને રનના ઢગલા કરી દેતા, તેથી સામેની ટીમને પણ ફરજિયાત ડિફેન્સિવ બેટિંગ કરીને મેચ બચાવવી પડતી. હવે રિઝલ્ટ માટે ચોક્કસ સમયમર્યાદામાં ઇનિંગ સમાપ્ત કરીને સામેની ટીમની 10 વિકેટ લેવી એ સ્ટ્રેટેજીનો એક ભાગ છે. જ્યાં સુધી 20 વિકેટ ન મળે ત્યાં સુધી જીત શક્ય નથી અને માટે ટીમ પેઇને પાકિસ્તાનને ઓલ આઉટ કરવા માટે ઇનિંગ ડિક્લેર કરવાનો નિર્ણય લીધો.
ટીમ પેઈનનો નિર્ણય મેચ, પોઈન્ટ્સ અને હવામાનના વર્તારાને આધારિત હતો. એડિલેડ ટેસ્ટ પહેલાં હવામાન વરસાદી હતું અને પહેલા દિવસે 17 ઓવરની રમત શક્ય થઇ નહોતી. ઓસ્ટ્રેલિયન ટીમે વોર્નરના રેકોર્ડ કરતાં વધુ મહત્ત્વ જીતના 60 પોઇન્ટને આપ્યા, કારણ કે ઓસ્ટ્રેલિયા અગાઉ 6 મેચ રમી ચૂક્યું હતું અને માત્ર 112 પોઈન્ટ્સ તેમના ખાતામાં બોલતા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ માટે ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે ટેસ્ટ મેચનું જીતમાં રિઝલ્ટ લાવવું ખૂબ અગત્યનું હતું.
આવું જ એક ઉદાહરણ વિરાટ કોહલીનું છે. સાઉથ આફ્રિકા સામે પૂણે ટેસ્ટમાં 300 રન કરવાની તક હોવા છતાં તેણે 254* રન પર ઇનિંગ ડિક્લેર કરીને બીજા દિવસના અંત સુધીમાં સાઉથ આફ્રિકાના ટોપ ઓર્ડરની 3 વિકેટ ખેરવી લઈને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આમ, ક્રિકેટમાં હવે વ્યક્તિગત માઈલસ્ટોનને કોરાણે મૂકીને ટીમના લક્ષ્યાંક હાંસલ કરવાની શરૂઆત થઇ ચૂકી છે, જે ટેસ્ટ ક્રિકેટને પરિણામલક્ષી બનાવે છે.
[email protected]
X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી