Back કથા સરિતા
મયંક રાવલ

મયંક રાવલ

વાસ્તુ શાસ્ત્ર (પ્રકરણ - 26)
લેખક જાણીતા વાસ્તુશાસ્ત્રી છે.

વાસ્તુના ત્રિપરિમાણ સાથે જોડાયેલી દિશા

  • પ્રકાશન તારીખ05 Dec 2019
  •  
વાસ્તુિનર્માણ- મયંક રાવલ
જ્યારે જીવનમાં દ્વિધા ઉદ્ભવે ત્યારે શું કરવું? એક બાજુ સુખની વાત હોય અને બીજી બાજુ ઇચ્છાઓની. ક્યારેક ભૌતિકતાનાં આવરણો માણસને ખોટા નિર્ણય લેવડાવે છે. શું પૈસાથી સુખ ખરીદી શકાય છે? શું પૈસાથી કર્મનો સિદ્ધાંત બદલી શકાય છે? શું પૈસાથી મનની શાંતિ મળી શકે છે? નારીનો અહં અને પુરુષની ભૌતિકતાવાદી મનોસ્થિતિ સાથે જોડાયેલી દિશા કઈ? અને જ્યારે આ બધું ન મળે તો? તો વ્યથા ઉદ્ભવે. અકળામણ થાય. નકારાત્મક વિચારો આવે અને નબળો ધણી બૈરા પર શૂરો જેવી સ્થિતિ સર્જાય. નારીને ડિપ્રેશન આવે. ઘરમાં કંકાસ ઘર કરી જાય. આપણે આજે દસમી દિશાની વાત કરીએ. એ છે અધ: એટલે કે નીચે. હવે વિચાર આવે કે આ વળી કેઈ દિશા? વાસ્તુના ત્રિપરિમાણ સાથે જોડાયેલી છે આ દિશા.
કોઈ પણ જમીન સાવ સમતલ નથી હોતી. ક્યાંક ઊંચી તો ક્યાંક નીચી હોય છે. જમીનમાં તળાવ હોય, સરોવર હોય, જળાશય હોય, ખીણ હોય, ખાડા હોય અને ભૂવા પણ હોય. આ બધી જ વ્યવસ્થા જમીનના મુખ્ય સ્તરથી નીચે હોય છે. જ્યારે જમીનની અંદરની વ્યવસ્થાની વાત કરીએ તો આ દિશાની સમજ ઉદ્ભવે છે. અધ:નો દોષ હોય ત્યારે માણસને સુખના ઊબકા આવે તેવું બને. શ્રેષ્ઠ વ્યક્તિ અને વ્યવસ્થાને પ્રાપ્ત કર્યા બાદ એ પોતાની જીદમાં ખોટા નિર્ણય લે અને અંતે દુઃખને પ્રાપ્ત કરે. તેથી જ ઘર બનવાતી વખતે જમીનના લેવલને સમજવા જરૂરી છે.
સર્વ પ્રથમ તો જમીનની આસપાસની સ્થિતિને સમજીએ. આપણે પહેલા વાત થઇ છે તે મુજબ દક્ષિણ તથા પૂર્વ બંને દિશામાંથી રસ્તો જતો હોય તો તેવી જમીન વધારે નકારાત્મક ગણાય છે. તેવી જ રીતે આ બંને દિશાઓની વચ્ચેની દિશા એટલે કે અગ્નિમાં જળાશય આવતું હોય તો તે ખૂબ જ નકારાત્મક ગણાય છે. આવા સંજોગોમાં ઘરની નારીને શારીરિક અને માનસિક સમસ્યા આવી શકે. નારી એ ઘરનો આધારસ્તંભ છે. એના સ્વભાવની નકારાત્મકતા સમગ્ર પરિવારને અસર કરે. અગ્નિનો દોષ હોય તો માણસો દુ:ખી થવા માટે પણ ઘર બનાવે. વાસ્તુમાં જેમ માર્જિનનું મહત્ત્વ છે તેમજ લેવલનું પણ મહત્ત્વ છે. જો દક્ષિણમાં લેવલ નીચે જતું હોય તો બે પેઢી વચ્ચે સમસ્યા આવે. ઘરનું વાતાવરણ દૂષિત થયા કરે. ક્યારેક વિભાજન પણ જોવા મળે. જો જમીનના નૈઋત્યમાં જળાશય આવતું હોય તો તન, મન, ધન, ત્રણેયથી સુખ મળવામાં તકલીફ આવી શકે. સ્વભાવમાં ઉગ્રતા આવે. નાની નાની વાતમાં વેર લેવાની ભાવના જાગે. રાતની ઊંઘ હરામ થઇ જાય. અકસ્માત પણ થઇ શકે અને મન ભયભીત રહ્યા કરે. જો પ્લોટના સમગ્ર દક્ષિણ ભાગમાં જમીન ઊંડી હોય કે ત્યાં જળાશય હોય તો માણસને આધિ, વ્યાધિ ઉપાધિ સતાવી શકે.
ક્યારેક વ્યક્તિને દોષ દેવા કરતા તે જે વાતાવરણમાં રહે છે તેને પણ સમજવું જરૂરી છે. જો ઇશાન તરફ સાચી જગ્યાએ જળાશય આવતું હોય તો તે ખૂબ જ શુભ ગણાય છે. જોકે, આના માટે વાસ્તુના ગણિતની સાચી સમજણ જરૂરી છે. ક્યાં કેટલી ઊંડાઈ હોવી જોઈએ અને કેટલું માપ હોવું જોઈએ તે સમજવું જરૂરી છે. Á
[email protected]
x
રદ કરો

કલમ

TOP