ટેક બુક-હિમાંશુ કીકાણી / ફેસબુકમાં તમારું લોકેશન

article by himanshu kikani

Divyabhaskar.com

Jan 06, 2020, 05:47 PM IST
ટેક બુક-હિમાંશુ કીકાણી
આપણા સૌના હાથમાં સ્માર્ટફોન છે અને એ દરેક સ્માર્ટફોનમાં પાછી ફેસબુકની એપ પણ છે! વાત ગૂગલની હોય કે ફેસબુકની, દરેક મોટી ઇન્ટરનેટ કંપની ખરેખરા અર્થમાં આપણાં પગલાંનું પગેરું દબાવે છે. અલબત્ત, ફેસબુક (અને ગૂગલ પણ) એવી ધરપત આપે છે કે આપણો આ ડેટા ખાનગી રહે છે અને માત્ર આપણે જ જોઈ શકીએ છીએ, પરંતુ ફેસબુક આપણા વિશે શું શું જાણે છે એ કમ સે કમ આપણે તો જાણવું જ જોઇએ.
ખાસ કરીને લોકેશનના સંદર્ભે ફેસબુક આપણી દરેક હિલચાલ પર નજર રાખે છે. ફેસબુકના કહેવા અનુસાર જો આપણે આપણી એપમાં લોકેશન હિસ્ટ્રી ઓન રાખી હોય તો તે આપણે ફેસબુક એપનો ઉપયોગ કરતા ન હોઇએ ત્યારે પણ તે આપણું લોકેશન બહુ સચોટ રીતે આપણી હિસ્ટ્રીમાં નોંધે છે.
સદ્્નસીબે આપણે ઇચ્છીએ ત્યારે એફબીમાંની આપણી સમગ્ર લોકેશન હિસ્ટ્રી ભૂંસી શકીએ છીએ, અમુક ચોક્કસ સમયની હિસ્ટ્રી ભૂંસી શકીએ અને ઇચ્છીએ તો આ ફીચર સંપૂર્ણપણે બંધ કરી શકીએ છીએ. આપણા સ્માર્ટફોનમાં આપણી લોકેશન હિસ્ટ્રી જોવા માટે આ પગલાં લઈ શકાય.
1. ફેસબુક એપ ખોલીને જમણી તરફની ત્રણ આડી લીટી પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
2. નીચેની તરફ સ્ક્રોલ કરીને લોકેશનમાં જાઓ.
3. તેમાં લોકેશન હિસ્ટ્રી પર ક્લિક કરો.
4. અહીં ‘વ્યૂ યોર લોકેશન હિસ્ટ્રી’ના વિકલ્પ પર ક્લિક કરો.
5. અહીં ફેસબુક સલામતીના કારણસર આપણો પાસવર્ડ ફરી આપવાનો કહેશે.
6. પાસવર્ડ આપ્યા પછી આપણે ફેસબુકે નોંધેલી સમગ્ર લોકેશન હિસ્ટ્રી જોઈ શકીશું.
અહીં આપણે તારીખ મુજબ, નકશા પર કયા સમયે આપણે ક્યાં હતા તે જોઈ શકીશું.
જો તમને લાગે કે ફેસબુકે આપણી આ બધી વિગતો જાણવાની જરૂર નથી તો તમે તમારી ફેસબુક લોકેશન હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો. એ માટે જમણી તરફ ઉપર આપેલ ત્રણ ડોટના મેનૂ બટન પર ક્લિક કરો અને ડિલીટ યોર લોકેશન હિસ્ટ્રી વિકલ્પ પસંદ કરો. તમે ઇચ્છો તો ચોક્કસ તારીખ અનુસારની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે જે તે તારીખની બાજુમાં આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરો અને તેમાં ડિલીટ ધિસ ડે વિકલ્પ પસંદ કરો.
જો તમે ફેસબુક પર તમારા લોકેશનની હિસ્ટ્રી સાચવવામાં ન આવે એવું ઇચ્છતા હો તો ફેસબુક એપમાં સેટિંગ્સમાં એકાઉન્ટ સેટિંગ્સમાં લોકેશનમાં જાઓ. અહીં લોકેશન હિસ્ટ્રીનું બટન ઓફ કરી દો. એ સિવાય, ફોનના સેટિંગ્સમાં પરમિશન્સમાં જઈને પણ ફેસબુકને આપેલી લોકેશન જાણવાની મંજૂરી બંધ કરી શકાય છે.
જોકે, એ ધ્યાનમાં રાખવા જેવું છે કે ફેસબુક પર આપણે લોકેશન હિસ્ટ્રી ઓફ કરીશું તો લોકેશન સંબંધિત ફેસબુકની અમુક ચોક્કસ સુવિધાઓનો આપણને લાભ મળશે નહીં. જેમ કે ફેસબુક આપણને આપણા લોકેશનના આધારે ‘ફાઇન્ડ વાઇ-ફાઇ’ અને ‘નિયર બાય ફ્રેન્ડ્ઝ’ શોધવાની સુવિધા આપતી હોય છે. ફેસબુક આપણું લોકેશન જાણી ન શકે તો આ સુવિધા આપી ન શકે એ દેખીતું છે.
[email protected]
X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી