Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3446

‘કોઈપણ પરિણામ અંતિમ હોતું નથી’, નબળા પરિણામને પણ સેલિબ્રેટ કરો, ડૉ. પ્રશાંત ભીમાણીએ કરી પોઝિટિવ વાત

  • પ્રકાશન તારીખ09 May 2019
  •  

વીડિયો ડેસ્કઃ ગુરુવારે ધોરણ 12 સાયન્સનું પરિણામ ગુજરાત બોર્ડે જાહેર કર્યું છે. ધો. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 71.83 ટકા છોકરાઓ અને 72.01 ટકા છોકરીઓ પાસ થતા ફરી એકવાર બોર્ડના પરિણામમાં છોકરીઓએ મેદાન માર્યું છે. આ વર્ષે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું નબળું પ્રદર્શન જોવા મળ્યુ છે.જ્યારે આ વર્ષે પણ ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.13 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે જે વિદ્યાર્થીઓનું નબળુ પરિણામ છે અથવા નાપાસ થયા છે તેમના માટે આ વીડિયો ખાસ છે. જાણીતા સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમણીએ કહ્યું કે, ‘કોઈપણ પરિણામ અંતિમ હોતું નથી.’ તેમણએ નબળા પરિણામને પણ સેલિબ્રેટ કરવાની અને વાલીઓએ સંતાનોને ટોકવા નહીં તેવી વાત કરી છે.

x
રદ કરો
TOP