• Home
  • Dvb
  • Dbv
  • Anchor Confuses Apple Inc With Fruit During Show in pakistan, Gets Trolled

પાકિસ્તાન / ન્યૂઝ ચેનલની એંકરે લાઈવમાં લોચો માર્યો, બાદમાં ભૂલ સ્વીકારીને માફી માગી, યૂઝર્સે કર્યા આકરા પ્રહાર

  • એક્સપર્ટના શબ્દને સમજવામાં થાપ ખાતાં જ સર્જાયો છબરડો
  • કોઈએ ન્યૂઝ શોને કોમેડી શો સાથે સરખાવ્યો
  • તો કોઈ તેની માસૂમતા પર આફરીન પોકારી ઉઠ્યું

Divyabhaskar.com

Jul 06, 2019, 04:49 PM IST

પાકિસ્તાની ન્યૂઝ ચેનલમાં ચાલી રહેલી આર્થિક વ્યવસ્થાની ચર્ચામાં એક્સપર્ટના શબ્દને સમજવામાં થાપ ખાઈ ગયેલી એંકર સોશિયલ મીડિયામાં મજાકનું પાત્ર બની હતી. પાકિસ્તાની મહિલા રિપોર્ટર દ્વારા ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટૂડિયોમાં પાકિસ્તાનની આર્થિક હાલત પર ચર્ચા કરતાં સમયે ગેસ્ટે એપલ કંપનીના ટર્નઓવર અને પાકિસ્તાનના બજેટની સરખામણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે એપલનું ટર્નઓવર આપણા બજેટ કરતાં પણ વધુ છે. જો કે સામે પક્ષે એંકરે છબરડો મારીને હા માં હા પૂરાવી કહયું હતું કે હા, મેં પણ સાંભળ્યું હતું કે સફરજનનું આટલું મોટું ટર્નઓવર છે. એંકરની ગાડી આડે પાટે ચડી જતાં જ ગેસ્ટે વધુ ફોડ પાડતાં કહ્યું હતું કે હું સફરજનની નહીં પણ એપલ મોબાઈલની વાત કરું છું. બાદમાં આ ન્યૂઝ એંકરે પણ પોતાની ભૂલ સહજતાથી સ્વીકારી લીધી હતી. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયાઓ આવી હતી, કેટલાક યૂઝર્સે આ એંકરના જનરલ નોલેજ પર સવાલો ઉઠાવ્યા હતા તો કેટલાકે આ શોને જ કોમેડી શો ગણાવીને મજા લીધી હતી. આ બધામાં કેટલાક યૂઝર્સે મહિલા એંકરની તરફેણમાં દલીલ કરતાં કહ્યું હતું કે આમાં તેનો કોઈ જ વાંક નથી એપલ એટલે માત્ર મોબાઈલ ના જ થાય, સફરજન પણ થાય જ. અને પાકિસ્તાનમાં સફરજનનું ટર્નઓવર પણ વધી રહ્યું છે. અનેક યૂઝર્સ એવા પણ હતા જ કે જેઓ તેણે નિર્દોષતાપૂર્વક સ્વીકારેલી તેની ભૂલ પર આફરીન થઈ ગયા હતા.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી