• Home
  • Dvb
  • Dbv
  • After two and a half days the woman, rescued from the debris, was also surprised at the rescue team

ચમત્કાર! / અઢી દિવસ બાદ કાટમાળમાંથી જીવતી નીકળી મહિલા, રેસ્ક્યુ ટીમ પણ આશ્ચર્ય પામી

Divyabhaskar.com

Jul 15, 2019, 03:04 PM IST

સાઉથ ચીનમાં આવેલા ગુઈયાંગ પ્રાંતમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા તો સાથે જ અનેક લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા. દબાયેલા લોકોને બહાર નીકાળવા માટે ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે પણ અનેક લોકોને બચાવ્યા હતા. જો કે આ કાટમાળમાં જ ફસાઈ રહેલી અંતિમ મહિલાને નીકાળવામાં આ ટીમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અઢી દિવસ એટલે કે 60 કલાક સુધીની મથામણ બાદ બચાવકર્મીઓએ પણ તેના જીવતા બચવાની આશા છોડી દીધી હતી. જો કે તેમણે આ મહિલા મૃત હાલતમાં જ મળશે તેવી ધારણા સાથે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રાખી હતી. અંતે 60 કલાક બાદ જ્યારે આ મહિલાને બહાર નીકાળવામાં આવી ત્યારે બચાવકર્મીઓની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. કેમ કે આટલા કલાકો સુધી કાટમાળમાં દટાયા બાદ પણ આ મહિલાએ મોતને હાથતાળી આપી હતી. આખી ઘટના નજરે જોનારા સ્થાનિકોમાં આ ચમત્કાર જેવી ઘટનાએ કૂતુહલ સર્જ્યું હતું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી