Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3563

એરક્રાફ્ટના ક્રેશની અંતિમ ક્ષણોનો વીડિયો સામે આવ્યો, આગના ગોળાની જેમ રહેણાક એરિયામાં તૂટ્યું હતું

  • પ્રકાશન તારીખ30 Jul 2019
  •  

વીડિયો ડેસ્ક: મંગળવારે સવારે પાકિસ્તાન આર્મીનું એક પ્લેન રાવલપિંડી પાસેના રહેણાક વિસ્તાર પર આગના ગોળાની જેમ તૂટી પડ્યું હતું. પ્લેન ક્રેશની આ અંતિમ ક્ષણો એક વ્યક્તિના કેમેરામાં કેદ થઈ હતી જે જોતજોતામાં જ વાઈરલ થવા લાગી હતી. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે પ્લેન તૂટતાંની સાથે જ રહેણાક વિસ્તારમાં આવેલા ઘરો પર તૂટી પડે છે. નીચે મકાનો તરફ ધસતું આ પ્લેન ઘર્ષણ થતાંની સાથે જ આગના ગોળામાં પલટાઈ ગયું હતું. આ નજારો એટલો શોકિંગ હતો કે તે જોઈને વીડિયો રેકોર્ડ કરનારી વ્યક્તિ પણ ચિત્કારી ઉઠી હતી. પ્લેન તૂટી પડતાં જ મકાન પર સૂઈ રહેલા અનેક લોકો આગમાં સપડાઈ ગયા હતા. મળતી વિગતો પ્રમાણે આ ગંભીર પ્લેન ક્રેશમાં 5 ક્રૂ મેમ્બર્સ સહિત 19 લોકોના મોત થયા છે. તો સાથે જ આ દુર્ઘટનાનો ભોગ બનેલા અનેક લોકો ગંભીર હાલતમાં સારવાર માટે પણ દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના એ સમયે બની હતી જ્યારે આ વિમાન ટ્રેનિંગ માટેની રૂટીન ઉડાન પર હતું.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ આ એરક્રાફ્ટ જે મકાન સાથે અથડાયું હતું તે પણ ધરાશાયી થઈ ગયું હતું. તો આ પ્લેનક્રેશ નજરે જોનારાઓએ તેનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે આગની જ્વાળાઓ ખૂબ જ તેજ હતી. આ પ્લેન મકાન સાથે અથડાયું તે પહેલાં જ આગની ઝપેટમાં આવી ગયું હતું.

આ દુર્ઘટનાની ગંભીરતા જોઈને ઓથોરિટીએ પણ હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરી દીધી હતી. તો અન્ય વિગતોમાં એવું પણ કહેવાયું છે કે આ પ્લેનક્રેશ રહેણાક એરિયામાં થયું હોવાથી મૃત્યુ આંક વધવાની સંભાવના નકારી શકાતી નથી.

જો કે, એ હજુ સુધી બહાર નથી આવ્યું કે આ ક્રેશ પાછળનું કારણ શું હતું અને આ એરક્રાફ્ટનું મૉડલ ક્યું હતું. તમને એ પણ જણાવી દઈએ કે રાજધાની ઈસ્લામાબાદની પાસે જ રાવલપિંડીમાં પાકિસ્તાની આર્મીનું હેડ ક્વાર્ટર છે.

x
રદ કરો

કલમ

TOP