હરિયાણા / સગીરા સાથે પરણવા આશિકનો હાઈ વોલ્ટેજ ડ્રામા, લમણે બંદૂક રાખીને ઘર માથે લીધું, પોલીસે દબોચીને કેસ કર્યો

Divyabhaskar.com

Aug 25, 2019, 04:46 PM IST
ગુડગામના સેક્ટર 9એ પોલીસ સ્ટેશનના ભવાની એનક્લેવમાં શુક્રવારે માથાફરેલા આશિકે કરેલો હાઈવોલ્ટેજ ડ્રામા ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. સગીરા સાથે જ લગ્ન કરવા માટે આ આશિક તેના ઘરે બંદૂક લઈને પહોંચી ગયો હતો. જ્યાં યુવતીના માતાપિતાએ વિરોધ કરતાં જ તેણે સગીરાના પિતા પર ફાયરિંગ પણ કર્યું હતું. સદનસીબે તેઓ બચી ગયા હતા. લગભગ કલાક સુધી ચાલેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે પણ આશિકને દબોચી લીધો હતો. પોલીસે તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. સાથે જ તેને કાબૂમાં લીધા બાદ તરત જ તેની બંદૂક અને કારતૂસ પણ પૂરાવા તરીકે કબજામાં લીધી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ઈટાવાના વિપિન નામનો પ્રેમી સગીરાને લઈને ભાગી પણ ગયો હતો. જો કે, તેની પ્રેમિકા સગીરા હોવાથી તે કાયદાની જોગવાઈ મુજબ તેની સાથે પ્રેમલગ્ન કરી શક્યો નહોતો. જેથી તેણે સગીરાને તેના ઘરે પાછી મોકલી દીધી હતી. જો કે, ફરી તેના માથે પ્રેમનું ભૂત સવાર થતાં જ તે બંદૂક લઈને તેના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે લગ્ન કરવાની માગ કરી હતી સાથે જ બંદૂક બતાવીને તેના પરિવારને પણ ધાકધમકીથી રાજી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આખી ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્યાં પહોંચીને તેના પર કાબૂ મેળવ્યો હતો.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી