• Home
  • Dvb
  • Dbv
  • A 19 year old girl dies after lightning struck in Chandigarh

Live વીડિયો / પિતાની મનાઈ છતાં પણ રજા હોવાથી ફરવા ગઈ હતી યુવતી, પાર્કમાં વીજળી ત્રાટકતાં ઘટનાસ્થળે જ મોત થયું

Divyabhaskar.com

Aug 17, 2019, 05:03 PM IST

ચંદીગઢ. સૂખના લેક પર ફરવા ગયેલી તૈયબા ઉર્ફે તમન્ના નામની 19 વર્ષીય યુવતી પર વીજળી પડતાં જ બેહોશ થઈને નીચે પટકાઈ હતી. તેની આવી હાલત જોઈને કેટલાક લોકો દવાખાને લઈ ગયા હતા જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. તમન્નાની સાથે જ ફરવા ગયેલી તેની મિત્ર આરતીએ જણાવ્યું હતું કે હળવો વરસાદ થઈ રહ્યો હતો ત્યાં જ અચાનક એક ધડાકો થયો હતો. તમન્ના જ્યાં ઉભી હતી ત્યાં જ સીધી વીજળી ત્રાટકી હતી. જેના કારણે તરત જ તે બેભાન થઈને નીચે પટકાઈ હતી.

મૃતક તમન્નાના પિતા અલાઉદ્દીન લારીમાં સામાન વેચીને ગુજરાન કરે છે. તેમણે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટે તમન્નાની ફેક્ટરીમાં રજા હોવાથી તેની બહેનપણીઓ સાથે ચંદીગઢમાં ફરવા માટે ગઈ હતી. જો કે, તેના પિતાએ વરસાદી વાતાવરણ હોવાથી તેને રોકવા પણ પ્રયત્ન કર્યો હતો પણ જાણે કે મોત બોલાવતું હોય તેમ રોકાઈ નહોતી. સાંજે તેમને દિકરીના આવા કરૂણ મોતના સમાચાર મળતાં જ પરિવાર પર પણ જાણે કે આફતની વીજળી ત્રાટકી હોય તેવો માતમ છવાઈ ગયો હતો. આ બધાની વચ્ચે જ્યારે સ્થાનિક હવામાન વિભાગ પાસે વીજળી પડવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેઓએ જવાબ આપ્યો હતો કે વીજળી પડવાની કોઈ ઘટના વિશે તેમને જાણકારી જ નથી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી