Back કથા સરિતા
સંતોષ ગુરુ

સંતોષ ગુરુ

વાસ્તુગુરુ સંતોષ (પ્રકરણ - 6)
લેખક જાણીતા વાસ્તુશાસ્ત્રી છે.

મુખ્ય દ્વાર દોષમુક્ત હશે તો ધનપ્રાપ્તિ જરૂર થશે

  • પ્રકાશન તારીખ18 Oct 2018
  •  

મકાન બનાવતી વખતે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે. તેમાંથી સૌથી મહત્ત્વનું છે ઘરનું મુખ્ય દ્વાર. ઘરનું મુખ્ય પ્રવેશ દ્વારા વાસ્તુના નિયમો અનુસાર બનેલું હોય તો ઘરમાં સુખ-શાંતિ રહેવાની સાતે ધનનું સુખ પણ મળે છે.


- ઘરનું મુખ્ય દ્વાર બીજા દ્વાર કરતાં મોટું હોય તો શુભ ફળદાયી માનવામાં આવે છે. મુખ્ય દ્વાર તથા છેલ્લું દ્વાર એક સીધું ન હોવું જોઇએ. નહીંતર ઘરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરનારી ઊર્જા ઝડપથી અંદર આવીને બહાર નીકળી જશે તથા ત્યાંથી પસાર થનાર વ્યક્તિ પણ દ્વાર એકસીધું હોય તો ઘરથી વાકેફ થઇ જાય છે. આથી મકાનના દ્વાર એકસીધ એટલે કે સમાંતર હોવાં જોઇએ નહીં. એકસાથે ત્રણ દરવાજા એક લાઇનમાં ન હોવા જોઇએ. જો કોઇ મકાનમાં આવું હોય તો તેના કોઇ એક દ્વાર પર પડદો લગાવીને તેને બંધ કરી શકાય છે. અથવા વચ્ચેના દ્વારે ક્રિસ્ટલ બોલ લગાવીને આ દોષને દૂર કરી શકાય છે.

ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશ તથા ગજલક્ષ્મી, કુબેરનાં ચિત્રો લગાવવાથી પણ સૌભાગ્ય, સુખ તથા ધનમાં નિરંતર વૃદ્ધિ થતી રહે છે

- મુખ્ય દ્વારની સામે ક્યારેય શૌચાલયનું દ્વાર ન હોવું જોઇએ. કારણ કે આમ હોવાથી ખરાબ ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે. તેનાથી આવકને બદલે જાવક વધવા લાગે છે. જો કોઇના ઘરમાં આવું હોય તો તેને મુખ્ય દ્વારની મધ્યમાં ક્રિસ્ટલ બોલ લગાડવો જોઇએ. તેનાથી આ દોષ દૂર થાય છે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી સંડાસ-બાથરૂમનું દ્વાર અથવા શૌચાલય ત્યાંથી ખસેડી દેવું જોઇએ.


- મુખ્ય દ્વારની સામે સીડી હોય તો ત્યાં રહેવાવાળાનું ભાગ્ય પરિવર્તન થતું રહે છે. આવી સ્થિતિમાં બાગુઆ મિરર લગાવવો જોઇએ તથા લિફ્ટનો દરવાજો પણ ન હોવો જોઇએ. બાગવા મિરર લગાવવાથી તેની દિશામાં પરિવર્તન થાય તથા તે સીડીઓનો ખરાબ પ્રભાવ ન પડે.


- મુખ્ય દ્વારની સામે ક્યારેય રસોઇ ઘરનું દ્વાર હોવું જોઇએ નહીં કારણ કે સારી ઊર્જા રસોઇઘરની ઊર્જા સાથે અથડાઇને નષ્ટ થઇ જાય છે.


- દ્વાર ખોલતાની સામે ઝરણાનું ચિત્ર હોય તો તરત જ ત્યાંથી હટાવી દેવું જોઇએ નહીંતર આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે અને ઉન્નતિમાં બાધા આવે છે. એટલું ધ્યાન રાખો કે મુખ્ય દ્વારની સામે અરીસો કે તિજોરીનો કાચ પણ ન હોવો જોઇએ.


- માંગલિક કાર્યો કે શુભ અવસર હોય ત્યારે આંબાનાં પાન, હળદર તથા ચંદન જેવી શુભ અને કલ્યાણકારી વનસ્પતિઓથી સજાવવું શુભ રહે છે.


- મુખ્ય દ્વાર પર ગણેશ તથા ગજલક્ષ્મી, કુબેરનાં ચિત્રો લગાવવાથી પણ સૌભાગ્ય તથા સુખમાં નિરંતર વૃદ્ધિ થતી રહે છે.


- મુખ્ય દ્વારની ઉપર અષ્ટમંગળ યંત્ર રાખવાથી અગણિત ફાયદા થાય છે. તેનાથી સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ, ઐશ્વર્ય ઘરમાં રહેનારાઓને પ્રાપ્ત થાય છે.


- ઘરની અંદર વેદોચ્ચાર મંત્રો બોલવા, આદિત્યહૃદય સ્તોત્ર, શિવમહિમા સ્તોત્ર, ગણેશ સંકટનાશનમ્ સ્તોત્ર બોલવા માત્રથી નિશ્ચિતપણે ઘનવાન થવાય છે.


- મુખ્ય દ્વારા પાસે સંધ્યા સમયે સરસિયા તેલનો દીવો કરવો અને ગૂગળનો ધૂપ કરવા માત્રથી ટૂંકા ગાળામાં ધનવાન થવાના યોગ ઊભા થાય.


- મુખ્ય દ્વાર પાસે તુલસીનું કુંડું રાખી દરરોજ વિષ્ણુસહસ્ત્ર બોલવાથી નાણાકીય ભીડ ઓછી થવા લાગે છે.


- નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે જો દ્વાર પૂર્વ દિશામાં હોય તો પાંચમ, દશમ અને પૂર્ણિમાની તિથિઓએ પ્રવેશ કરવો જોઇએ. જેથી પૂર્ણ લાભ પ્રાપ્ત થાય. Á
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP